ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: સુરતમાં હિન્દુ નેતાઓને ધમકીના કેસમાં ટેરર ફંડિંગનો ઘટસ્ફોટ થયો

  • તાજેતરમાં યુ.પી.માં 70 લાખના ટેરર ફંડિગનો મામલો સામે આવ્યો
  • નાંદેડના શકીર ઉર્ફે રજા પાસે પાકિસ્તાનો વર્ચ્યુઅલ નંબર હતો
  • મૌલાનાના બેન્ક એકાઉન્ટમાં ટુકડે ટુકડે બે લાખ જેટલી રોકડ જમા કરાવી

ગુજરાતના સુરત શહેરમાં હિન્દુ નેતાઓને ધમકીના કેસમાં ટેરર ફંડિંગનો ઘટસ્ફોટ થયો છે. જેમાં યુપીમાં 70 લાખના ટેરર ફંડિંગમાં પાકિસ્તાનના ડોગરનું નામ બહાર આવતાં તપાસ શરૂ થઇ છે. મૌલવીએ બેન્ક એકાઉન્ટમાં છાશવારે રોકડ જમા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. નાંદેડના શકીર ઉર્ફે રજા પાસે પાકિસ્તાનો વર્ચ્યુઅલ નંબર હતો.

આ પણ વાંચો: અમદાવાદ: VVIP મૂવમેન્ટને પગલે અતિસંવેદનશી શ્રેણીમાં આવતા એરપોર્ટ પર ફુલ બોડી સ્કેનર લગાવાશે 

તાજેતરમાં યુ.પી.માં 70 લાખના ટેરર ફંડિગનો મામલો સામે આવ્યો

સુરતના કઠોરના મૌલવી સોહેલ ટીમોલ, નેપાળ બોર્ડરથી પકડાયેલા બિહારના શહેનાઝ ઉર્ફે અલી તથા નાંદેડના શકીલ શેખ ઉર્ફે રઝા સહિતની ટોળકી દ્વારા સુરતના ઉપદેશ રાણા ઉપરાંત દેશના પ્રો-હિન્દુ આગેવાનોને ધમકી આપવા સુધી સીમિત હતા કે પછી તેમને હિંસા કરવા ઉશ્કેરવા ટેરર ફંડિગ પ્રોવાઈડ થતું હતું એ દિશામાં તપાસ શરૂ થઈ હોવાનું CP અનુપસિંહ ગેહલોતે જણાવ્યું હતું. તાજેતરમાં યુ.પી.માં 70 લાખના ટેરર ફંડિગનો મામલો સામે આવ્યો હતો. તેમાં પકડાયેલાં જીયાઉલ હકનો આકા પણ પાકિસ્તાનાનો સરફરાજ હોવાથી સુરત પોલીસે ઝડપેલા કઠોરના મૌલવી સહિતના આરોપીઓના બેન્ક એકાઉન્ટની ડિટેલ મેળવવાની દિશામાં તપાસ હાથ ધરી હતી.

મૌલાનાના બેન્ક એકાઉન્ટમાં ટુકડે ટુકડે બે લાખ જેટલી રોકડ જમા કરાવી

મૌલાનાના બેન્ક એકાઉન્ટમાં ટુકડે ટુકડે બે લાખ જેટલી રોકડ જમા કરાવી હોવાથી પોલીસે આ નાણાં બાબતે તપાસ હાથ ધરી હતી. CPએ જણાવ્યું હતું કે કઠોરના મૌલાના, નેપાળના શહેનાઝ ઉર્ફે મો.અલી, નાંદેડના શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝા રિમાન્ડ ઉપર છે. નાંદેડના શકીર ઉર્ફે રજા પાસે પાકિસ્તાનો વર્ચ્યુઅલ નંબર હતો. આ નંબરથી તે પાકિસ્તાનના સરફરાજ ડોગરના સંપર્કમાં હતો. સરફરાજ ડોગર મૌલાના અને બિહાર અને નેપાળનું બેવડું નાગરિકત્વ ધરાવતા બિહારના મુઝઝફરપુરના મો.અલી ઉર્ફે શહેનાઝ મો.સાબીરમાં સંપર્કમાં હતો. રિમાન્ડમાં નાંદેડના રઝાએ કબૂલ્યું કે થોડાક દિવસ પહેલાં ડોગર સાથે વાત થઇ ત્યારે તેણે યુ.પી.માં જીયા ઉલ હકની ટેરર ફંડિગમાં ધરપકડ થયાની જાણ કરી. સુરત પોલીસની સર્ચમાં જીયા ઉલ હક અને તે પહેલાં પકડાયેલા લોકોને ટેરર ફંડિગ માટે અપાયેલા 70 લાખ જમા લેવાયાનો ઉલ્લેખ હતો.

Back to top button