ગુજરાત: મોબાઈલ ફોનમાં ગેમ હારી જતાં કિશોરે કર્યો આપઘાત
- ભુજના મોખાણા ગામે આ ઘટના બની
- કિશોરે નિંદામણ બાળવાની ઝેરી દવા પી લીધી
- કિશોર કઈ ગેમ રમતો હતો તેની તપાસ શરૂ
ગુજરાતના ભુજમાં મોબાઈલ ફોનમાં ગેમ હારી જતાં કિશોરે આપઘાત કર્યો છે. જેમાં ભુજના મોખાણા ગામે મોબાઈલ ફોનમાં ગેમ હારી જતાં કિશોરે ઝેરી દવા પીને જિંદગીનો કરૂણ અંત આણી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.
કિશોરે નિંદામણ બાળવાની ઝેરી દવા પી લીધી
ઉલ્લેખનીય છે કે 17 વર્ષીય કાર્તિક કાનજીભાઇ મેરીયાએ ગત 4 જાન્યુઆરીના નિંદામણ બાળવાની ઝેરી દવા પી લેતા તેને કાનજીભાઈ મેરીયા ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
કિશોર કઈ ગેમ રમતો હતો તેની તપાસ શરૂ
પથ્થર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી.પરમારના જણાવ્યા પ્રમાણે હતભાગી કિશોર ઘરે મોબાઈલમાં કોઈ ગેમ રમતા તે હારી ગયો હતો. જેના આઘાતમાં તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. હતભાગીનો મોબાઈલ કબજે લેવામાં આવ્યો છે. આ કિશોર કઈ ગેમ રમતો હતો તે તપાસ દરમિયાન બહાર આવવા પામશે.
આ પણ વાંચો: ગુજરાત: અમદાવાદ ખાતે આવેલી સાબરમતી જેલમાંથી આરોપી ફરાર