ગુજરાત: ટિકિટ વિના પ્રવાસ કરતાં યુવાનને ટીસીએ ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી દીધો
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/11/Train_20241115_172331_0000.jpg)
- બે યુવાનો અને ટિકિટ ચેકર વચ્ચે બોલાચાલી થઈ હતી
- ઈજાગ્રસ્ત યુવાન અને તેના મિત્રના સ્ટેટમેન્ટ લઈ ફરિયાદ નોંધાઇ
- વલસાડ સિવિલ હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં યુવાનને દાખલ કરાયો
ગુજરાતના ભલાડથી વાપી લોકલ ટ્રેનમાં ટિકિટ વિના પ્રવાસ કરતાં યુવાનને ટીસીએ ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારી દીધો છે. જેમાં ભલાડથી વાપી લોકલ ટ્રેનમાં પોતાનું કામ પતાવી વગર ટિકિટે પરત ફરી રહેલા બે યુવાનો અને ટિકિટ ચેકર વચ્ચે બોલાચાલી થઈ હતી.
ઈજાગ્રસ્ત યુવાન અને તેના મિત્રના સ્ટેટમેન્ટ લઈ ફરિયાદ નોંધાઇ
ટી.સી.એ પિત્તો ગુમાવતા વાપીના બલીઠા પાસે 20 વર્ષના યુવાનને ચાલુ ટ્રેને ધક્કો મારતાં યુવાન નીચે પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. રેલવે પોલીસે ઈજાગ્રસ્ત યુવાન અને તેના મિત્રના સ્ટેટમેન્ટ લઈ ફરિયાદ ગુનો નોંધ્યો હતો. યુવાન વલસાડ લોકલ ટ્રેનમાં ભિલાડ સ્ટેશનથી વાપી આવવા માટે સ્ટેશન પર પહોંચ્યા હતો. આ દરમિયાન ટ્રેન આવી જતા ટિકિટ લીધા વગર જ ટ્રેનમાં ચઢી ગયો હતો. ત્યારબાદ ટિકિટ ચેકર તપાસ માટે આવતા તેની સાથે રકઝક ચાલી હતી.
ટિકિટના પૈસા આપી દેવા માટે જણાવ્યું હતું
યુવાનનાં કહેવા મુજબ તેઓએ ટિકિટના પૈસા આપી દેવા માટે જણાવ્યું હતું. પરંતુ ટી.સી.એ એક હજાર રૂપિયા માંગ્યા હતા, તેઓ પાસે માત્ર 500 રૂપિયા જ હોય ભિલાડથી વાપીના આટલા બધા રૂપિયા કેવી રીતે થાય? તેમ જણાવી વધારે જીભાજોડી કરી હતી. આ બંને યુવાનોએ તેમના શેઠ સાથે મોબાઇલ પર વાત કરાવી હતી, પરંતુ ટી.સી. નહીં માનતા ઝગડો ઉગ્ર બનતાં ટી.સી.એ સંદીપનો મોબાઇલ લઈ લેતા આ બબાલ દરમિયાન વાપી સ્ટેશન પણ આવી ગયું હતું.
ટી.સી.એ બંનેને ટ્રેનમાંથી નીચે ઉતરવા દીધા ન હતા
ટી.સી.એ બંનેને ટ્રેનમાંથી નીચે ઉતરવા દીધા ન હતા, જેથી તેઓએ બે વખત ચેઈન પુલિંગ કરી હતી. તેઓ વચ્ચેનો ઝગડો ઉગ્ર બનતાં ટી. સી.એ મગજ પરનો કાબુ ગુમાવતા વાપીનાં બલીઠા ફાટક પાસે સંદીપને ચાલુ ટ્રેને જ ધક્કો મારી દેતાં તે ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. જેમાં તેને માથા, મોઢા અને પેટના ભાગે ગંભીર ઈજા થઇ હતી. ટ્રેનમાંથી નીચે પટકાતાં ટ્રેનને ચેઇન પુલિંગ કરી ઊભી રખાવી હતી અને 108ને ફોન કરતાં ટીમ સ્થળ પર પહોંચી સંદીપને વલસાડ સિવિલ હોસ્પિટલમાં આઈ.સી.યુ.માં સારવાર માટે દાખલ કર્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનમાં સફર કરતા મુસાફરો માટે ખાસ સમાચાર