ગુજરાતના ગામડાઓમાં તલાટીની છેલ્લા ઘણા સમયથી અછતને લીધે ગામ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારે ગુજરાત સરકાર પણ તલાટી ભરતી ક્યારે કરશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી. તલાટીની અછતને લીધે ગામ લોકોના કેટલાય કામો અટકી જતાં હોય છે. ગામની તમામ વહીવટી કામગીરીની જવાબદારી તલાટીની હોય છે.
આ પણ વાંચો : તલાટીની પરીક્ષા હજુ જાહેર થાય તે પહેલા જ પેપરની તોડબાજી શરૂ થઈ ?
સરકારી યોજનાઓની સહાયથી લઈને આવકના દાખલા હોય કે પછી ઉતારા મેળવવાના હોય આ તમામ કામમાં તલાટીની જરૂર પડતી હોય છે ત્યારે ગુજરાત રાજ્યમાં એક અંદાજ પ્રમાણે 15000 જેટલી તલાટીની જગ્યાઑ ખાલી પડેલી છે જેના લીધે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો પરેશાન છે. આ ઘટ સરકાર જલ્દીથી પૂરી કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે એક તલાટી પાસે એક થી વધુ ગામોના ચાર્જ હોવાથી તલાટી પણ દરેક ગામ ને પૂરતો ન્યાય આપવામાં ક્યાંક અસમર્થ પણ રહે છે.
આ પણ વાંચો : પેપરલીકના કાયદા અંગે ઋષિકેશ પટેલે કહી મોટી વાત, જાણો શું કહ્યું!
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી તલાટીની ખાલી જગ્યાઑ ભરવા માટે અનેક વાર ચર્ચા વિચારણા કરી રહી છે પણ કોઈ ચોક્કસ નિર્ણય ન લઈ શકવાને લીધે હાલમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને જલ્દી થી આ ઘટ ભારે તેવી માંગણી કરી રહ્યા છે.