- ગિફ્ટ સિટી સરકારનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે
- ગિફ્ટ સિટીમાં ઓફિસ તથા જમીન ખરીદવા લોકોની પૂછપરછ
- ગુજરાતમાં પહેલી વખત ફોરેન લિકર-FL-3નું લાઈસન્સ અપાશે
ગુજરાતના ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં ઘર કે ઓફિસ લીધી એટલે દારૂ પીવાની છૂટ એવું નથી. 3,300 એકરના શહેરમાં હાઈરાઈઝ ફ્લેટ ખરીદીને છૂટથી દારૂ પીવાશે તે માનવુ ખોટુ છે. ગુજરાતમાં પહેલી વખત ફોરેન લિકર-FL-3નું લાઈસન્સ આપવા માટેનું નોટિફિકેશન પ્રસિદ્ધ કરાશે.
ગિફ્ટ સિટી સરકારનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે
ગિફ્ટ સિટી સરકારનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. હવે ત્યાં પરમિટધારકોને દારૂ પીવાની છૂટ આપવામાં આવતાં ગિફ્ટ સિટીમાં ઓફિસ તેની આસપાસ જમીન ખરીદવા માટે લોકો પૂછપરછ કરી રહ્યાં છે. સરકાર દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ ગિફ્ટ સિટીની આસપાસની જમીનના ભાવ જાણવા માટેની પૂછપરછ રોકાણકારો દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી. પણ ગિફ્ટ સિટીમાં ઘર કે ઓફિસ લીધી એટલે દારૂ પીવાની છૂટ એવું નથી!
આ પણ વાંચો: ફ્રાન્સમાં ફસાયેલા ભારતીયોને લઇ મોટા સમાચાર સામે આવ્યા
જાણો ‘વાઈન એન્ડ ડાઈન’ ની પોલીસી વિશે
ગિફ્ટ સિટીની અંદર પણ SEZની બહાર હોટેલ- રેસ્ટોરન્ટના પ્રોજેક્ટને પણ FL-3નું લાઈસન્સ મળશે. 3,300 એકરના ગુજરાત ઈન્ટરેશનલ ફાઈનાન્સ ટેક સિટી- GIFT સિટીમાં શુક્રવારે ગુજરાત સરકારે ‘વાઈન એન્ડ ડાઈન’ અર્થાત જ્યાં જમો ત્યાં જ દારૂ પીવાની સુવિધા આપવા નિર્ણય કર્યા બાદ ગિફ્ટ સિટીમાં ફ્લેટ ખરીદીને છૂટથી દારૂ પીવાશે એવી ચર્ચા થઇ રહી છે. જો કે, આ હકીકત સાચી નથી. આ સંદર્ભે નશાબંધી એક્ટમાં છૂટછાટના નોટિફિકેશન, રૂલ્સ તેમજ સ્પેશિયલ ઓપરેટિવ પ્રોસિજર્સ- SOP તૈયાર કરી રહેલા પોલિસી મેકર્સ અધિકારીના કહેવા મુજબ ગિફ્ટ સિટીમાં હોટેલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબ અને રિસોર્ટ ઉપરાંત કોર્પોરેટ કંપનીઓના કેન્ટિંગમાં જ ‘વાઈન એન્ડ ડાઈન’ ફેસેલિટી મળશે. રેસિડેન્સિયલ પ્રોજેક્ટમાં આવી છૂટછાટ નથી!
FL-3નું લાઈસન્સ વિશે જાણો
નશાબંધી અને આબકારી એક્ટ મુજબ ‘ગુજરાતમાં અત્યારે માત્ર ફોરન લિકર(FL) અર્થાત વિદેશી દારૂના સંગ્રહ અને વેચાણ માટે માત્ર FL-1 અને FL-2 એમ બે જ પ્રકારના લાઈસન્સ છે. જ્યારે તેના વપરાશ માટે આરોગ્ય હેતુ અને બહારથી આવતા પ્રવાસી માટે તેમજ એક્સ આર્મીમેન એમ ત્રણ રીતે પરમિટ ઈસ્યૂ થાય છે. ગુજરાતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત એક પણ જાહેર સ્થળે ‘વાઈન એન્ડ ડાઈન’ અર્થાત જ્યાં જમો ત્યાં જ દારૂ પીવાની સુવિધા નથી. આવી ફેસેલિટી માત્ર FL-3 લાઈસન્સને આધિન છે. ગિફ્ટ સિટીમાં હોટેલ્સ, ક્લબ- રિસોર્ટ્સ કે પછી કોર્પોરેટ કંપનીની કેન્ટીગને આ ફેસેલિટી અર્થાત FL-3ના લાઈસન્સ મળશે.