અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમધ્ય ગુજરાતવર્લ્ડસ્પોર્ટસ

ગુજરાતના સ્વિમર આર્યન નેહરાએ એશિયન ઈવેન્ટમાં 1 ગોલ્ડ અને 3 સિલ્વર જીત્યા

  • આર્યન નેહરાની ટુકડીએ 4×200 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં 7:26.64નાં સમય સાથે નવો નેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો

નવી દિલ્હી, 1 માર્ચ: ફિલિપાઈન્સના ન્યુ ક્લાર્ક સિટી ખાતે શુક્રવારે પૂર્ણ થયેલી 11મી એશિયન એજ ગ્રુપ એક્વેટિક ચેમ્પિયનશિપમાં ગુજરાતના અમદાવાદમાં રહેતા આર્યન નેહરાએ ગોલ્ડ મેડલ અને ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. 20 વર્ષીય સ્વિમર માટે આ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેડલ છે. આર્યનએ ટુકડીનો ભાગ હતો જેણે 18 અને તેથી વધુ વય શ્રેણીમાં પુરુષોની 4×200 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં 7:26.64નાં સમય સાથે નવો નેશનલ રેકોર્ડ બનાવવાની સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો અને પોડિયમમાં ટોચ પર રહી હતી. આ ટુકડીમાં આર્યન નેહરા ઉપરાંત શ્રીહરી નટરાજ, અનીશ ગૌડા, સાજન પ્રકાશનો સમાવેશ થતો હતો. આ અગાઉ 7:29.04નો રેકોર્ડ 2022ની એશિયન ગેમ્સમાં બન્યો હતો.

 

રિલે ગોલ્ડ મેડલ ઉપરાંત આર્યન નેહરાએ 400, 800 અને 1500 મીટર ફ્રી સ્ટાઈલ રેસમાં ત્રણ સિલ્વર મેડલ પણ જીત્યા હતા. આર્યન નેહરાએ વર્તમાન રાષ્ટ્રીય ચેમ્પિયન છે, જેણે હૈદરાબાદ ખાતે જુલાઈ 2023માં યોજાયેલી સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી હતી. તેની પાસે 400, 800 અને 1500 ફ્રી સ્ટાઈલ ઈવેન્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ અને સૌથી ઝડપી ભારતીય સમય છે.

આર્યનના પિતા અને ગુજરાત-કેડરના IAS અધિકારીએ શું કહ્યું?

આર્યનના પિતા અને ગુજરાત-કેડરના IAS અધિકારી વિજય નહેરાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે “આર્યને ત્રણ સિલ્વર મેડલ જીત્યા પછી, મેં તેને કહ્યું કે તે સારી રીતે સ્વિમિંગ કરી રહ્યો છે અને મેડલ પણ જીતી રહ્યો છે, પરંતુ તેણે માત્ર મેડલનો રંગ બદલવાની જરૂર છે. ત્યારબાદ આર્યન અને તેના સાથી ખેલાડીઓ 4×200 ફ્રી સ્ટાઈલ રિલેમાં ગોલ્ડ મેડલ જીતીને તે કરવામાં પણ સફળ રહ્યા હતા. આ આર્યનના પ્રદર્શનમાં મોટી સફળતા તરીકે ઉપર આવે છે, જેણે(આર્યન) અગાઉ બે વખત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અને ગયા વર્ષે એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. પરંતુ એકપણ મેડલ જીતવામાં સફળ રહ્યો ન હતો.

 

વિજય નહેરાએ વધુમાં જણાવ્યું કે, “ આર્યન, વર્તમાન રાષ્ટ્રીય ચેમ્પિયન, 400 મીટર, 800 મીટર અને 1,500 મીટર ફ્રી સ્ટાઈલ ઈવેન્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડધારક છે. તે USની ફ્લોરિડા યુનિવર્સિટીમાં તાલીમ અને અભ્યાસ કરી રહ્યો છે. તેનું આગામી લક્ષ્ય પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનું છે અને તેથી, તે આગામી થોડા મહિનામાં ક્વોલિફિકેશન ઇવેન્ટ્સમાં ભાગ લેશે.”

અન્ય ભારતીય ખેલાડીઓએ પણ દેખાડ્યું પોતાનું કૌવત

પલક જોશીએ ગર્લ્સની 200 મીટર બેકસ્ટ્રોક (બી) ઈવેન્ટમાં 2:21.55 સેકન્ડના સ્વિમ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે નિતિક નાથેલ્લા (2:03.76 સેકન્ડ) અને રિષભ દાસે (2:05.73 સેકન્ડ) છોકરાની 200 મીટર બેકસ્ટ્રોક (B) ઇવેન્ટમાં અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

A,B અને C કેટેગરી શું છે ?

આર્યન નેહરાએ નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં સ્વિમિંગમાં મેળવેલો સમયએ રાષ્ટ્રીય રેકોર્ડ બની ગયો છે. જ્યારે અન્ય સ્પર્ધામાં નોંધાયેલા સમયને ‘શ્રેષ્ઠ ભારતીય સમય’ કહેવામાં આવી રહ્યો છે. સ્વિમિંગમાં વય-જૂથ મુજબ, 18 વર્ષથી વધુ ઉંમરના તરવૈયાઓ વરિષ્ઠ અથવા A કેટેગરીમાં ભાગ લે છે. જુનિયર તરવૈયાઓ કે જેઓ 16-17 વર્ષના છે, તેઓ B ઈવેન્ટ્સમાં ભાગ લે છે જ્યારે 14થી 15 વર્ષના બાળકો C કેટેગરીમાં ભાગ લે છે.

આ પણ જુઓ: ફિફા વર્લ્ડકપ વિજેતા ટીમનો ખેલાડી ડોપ ટેસ્ટમાં ફેલ થયો : 4 વર્ષનો પ્રતિબંધ લાગ્યો

Back to top button