ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: રેમલ વાવાઝોડાની અસરના પગલે સુરત-કોલકત્તા વચ્ચેની ફ્લાઈટ રદ્દ કરાઇ

Text To Speech
  • પરિસ્થિતિ સામાન્ય થયા બાદ કલકત્તા-સુરત-કોલકત્તા ફ્લાઈ શરૂ કરી દેવામાં આવશે
  • પશ્ચિમ બંગાળમાં રેમલ ચક્રવાત ત્રાટકવાની આગાહીને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું
  • એર ઇન્ડિયા એક્સપ્રેસની કોલકત્તા-સુરત-કોલકત્તા ફ્લાઈટ કેન્સલ

ગુજરાતમાં રેમલ વાવાઝોડાની અસરના પગલે સુરત-કોલકત્તા વચ્ચેની ફ્લાઈટ રદ્દ કરાઇ છે. જેમાં રેમલ ચક્રવાતની ગંભીર સ્થિતિને લઇ કોલકત્તા એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે. કલકત્તા-સુરત-કલકત્તા ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. આગામી 21 કલાક સુધી ક્લકતા એરપોર્ટ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરોમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી

પશ્ચિમ બંગાળમાં રેમલ ચક્રવાત ત્રાટકવાની આગાહીને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું

પશ્ચિમ બંગાળમાં રેમલ ચક્રવાત ત્રાટકવાની આગાહીને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. ચક્રવાતની સંભવિત ગંભીર સ્થિતિને જોતા કોલકત્તા એરપોર્ટ બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લીધે સંખ્યાબંધ ફ્લાઈટ કેન્સલ કરવાની નોબત આવી છે. જેમાં કોલકત્તા-સુરત-કોલકત્તા ફ્લાઈટનો પણ સમાવેશ થાય છે.યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી એર ઇન્ડિયા એક્સપ્રેસની કોલકત્તા-સુરત-કોલકત્તા ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે . આ ફ્લાઈટ દર સોમવારે કલકત્તાથી સુરત 8.05 વાગ્યે પહોંચે છે. ત્યારબાદ સવારે 8.05 વાગ્યે ફરી સુરતથી કલકતા તરફ ઉડાન ભરે છે.

પરિસ્થિતિ સામાન્ય થયા બાદ કલકત્તા-સુરત-કોલકત્તા ફ્લાઈ શરૂ કરી દેવામાં આવશે

જોકે, રવિવારે બપોર બાદ ચક્રવાતની સંભવિત ગંભીર સ્થિતિને જોતા આગામી 21 કલાક સુધી કોલકત્તા એરપોર્ટ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લીધે અહીંથી મુવમેન્ટ કરતી ફ્લાઈટોને યાત્રીઓની સુરક્ષાને જોતા કેન્સલ કરવામાં આવી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની કોલકત્તા-સુરત-કોલકત્તા ફ્લાઈટ કેન્સલ કરાતા તેના મેસેજ યાત્રીઓને કરી દેવામાં આવ્યા હોવાનું એરપોર્ટ સાથે સંકળાયેલા વર્તુળોનું કહેવું છે. ફરી પરિસ્થિતિ સામાન્ય થયા બાદ કલકત્તા-સુરત-કોલકત્તા ફ્લાઈ શરૂ કરી દેવામાં આવશે.

Back to top button