- 59,268 અરજીઓમાં એપ્રુવલ મળતાં તે માન્ય ઠરી
- હજુ બીજા 5 હજાર ફોર્મ વધવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે
- RTEમાં પ્રવેશ મેળવવાના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ
આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં 25 ટકા પ્રમાણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકોને પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવાની મુદત 22મી એપ્રિલના રોજ પૂર્ણ થઈ છે. શનિવાર સાંજના 7 વાગ્યાની સ્થિતિમાં રાજ્યમાંથી કુલ 96,707 ફોર્મ ભરાયાં હતા, જે ગત વર્ષની સરખામણીએ માત્ર 50 ટકા જેટલા જ ફોર્મ ભરાયાં છે. જેમાં આ વર્ષ RTEમાં પ્રવેશ માટે ફોર્મ ભરનાર વિદ્યાર્થીને ફાયદો થશે. કારણ કે જો સિટો વધુ હશે તો દરેકને પ્રવેશ મળી જશે.
આ પણ વાંચો: અમૂલ પ્રતિનિધિ મંડળના બે સભ્યોએ ન્યૂઝીલેન્ડમાં મહિલા સાથે જબરજસ્તી કરી
59,268 અરજીઓમાં એપ્રુવલ મળતાં તે માન્ય ઠરી
ગત વર્ષે 1,93,034 ફોર્મ ભરાયાં હતા. સાંજ સુધીમાં આવેલી કુલ અરજીમાથી 59,268 અરજીઓમાં એપ્રુવલ મળતાં તે માન્ય ઠરી છે, જ્યારે વાંધાજનક દસ્તાવેજ અથવા તો નક્કી કરેલા માપદંડમાં આવતી ન હોય તેવી 11,605 અરજીઓ અત્યાર સુધીમાં રિજેક્ટ કરવામાં આવી છે જ્યારે 18,385 ફોર્મ રદ થયાં છે. આ સિવાય 7,449 અરજીઓ પેન્ડીંગ છે જેના ડોક્યુમેન્ટ્સ ચકાસવાના બાકી છે.
હજુ બીજા 5 હજાર ફોર્મ વધવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે
આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં 25 ટકા પ્રમાણે કુલ 83,326 રિઝર્વ બેઠક પર પ્રવેશ મેળવવા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી ગત 10મી એપ્રિલથી હાથ ધરાઈ હતી. જેની મૂદત 22મીના રોજ પૂર્ણ થઈ છે. પ્રવેશ સમિતી દ્વારા આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. મહત્વની વાત એ છે કે, આ વખતે શિક્ષણાધિકાર કાયદા હેઠળ જેટલી બેઠકો રિઝર્વ છે તેની સરખામણીએ પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી છે. આ વખતે આપમેળે સ્પર્ધા જ ઘટી ગઈ છે. અત્યાર સુધીમાં 59,268 ફોર્મ જ માપદંડ મુજબના હોવાથી જિલ્લાકક્ષાએ એપ્રુવલ અપાઈ છે. હજુ બીજા 5 હજાર ફોર્મ વધવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.