અમદાવાદ, તા.20 ડિસેમ્બર, 2024: ગુજરાત STEM ક્વિઝ 3.0 ના પ્રીલીમનરી રાઉન્ડનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 2,650 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક આ પ્રતિષ્ઠિત સ્પર્ધાના આગલા તબક્કામાં ભાગ લેશે.
ગુજરાત STEM ક્વિઝ: ભારતની સૌથી મોટી STEM ક્વિઝ, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટીનું એક સહયોગી સાહસ છે, જે યુવા મનમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ (STEM)માં શીખવાની અને નવીનીકરણ માટે પ્રેરણા આપે છે.
ગુજરાત STEM ક્વિઝની આ ત્રીજી આવૃત્તિમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ અભૂતપૂર્વ પ્રતિસાદ અને અસાધારણ પ્રતિભાને ગુજરાત માટે ગર્વની વાત કહેવાય. આ પહેલ માત્ર જ્ઞાનની કસોટી નથી પરંતુ STEM માં સર્જનાત્મકતા, વિવેચનાત્મક વિચાર અને નવીનતાને જન્મ આપે છે.
20મી થી 25મી ડિસેમ્બર 2024 દરમિયાન ગુજરાતના ૭ ઝોનમાં ઝોનલ કક્ષાના રાઉન્ડ યોજાશે:
- સાયન્સ સિટી, અમદાવાદ
- નવરચના યુનિવર્સિટી, વડોદરા
- SVNIT, સુરત
- રીજીયોનલ સાયન્સ સેંટર્સ, પાટણ
- રીજીયોનલ સાયન્સ સેંટર્સ, રાજકોટ
- રીજીયોનલ સાયન્સ સેંટર્સ, ભાવનગર
- રીજીયોનલ સાયન્સ સેંટર્સ, ભુજ
દરેક ઝોનમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ જાન્યુઆરી 2025માં ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાનારી ગ્રાન્ડ ફિનાલેમાં આવશે. આ ક્વિઝમાં ગુજરાત બહારના રાજ્યો માટે, દરેક રાજ્યમાંથી ટોચના 4 વિદ્યાર્થીઓને સીધા જ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવ્યા છે.
ગુજરાત STEM ક્વિઝ 3.0 ના વિજેતા વિદ્યાર્થીઓ માટે કુલ ₹2 કરોડના ઈનામો આપવામાં આવશે. વધુમાં, વિજેતા વિદ્યાર્થીઓને NFSU, ગાંધીનગર જેવી પ્રીમિયર સંસ્થાઓમાં બુટ કેમ્પ તથા SAC-ISRO- અમદાવાદ, DRDO- જોધપુર અને BARC-મુંબઈ જેવી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓની મુલાકાત લેવાની તક મળશે.
GUJCOST એ વિદ્યાર્થીઓને તેમને આ ક્વિઝની તૈયારી કરવા માટે 7,000 થી વધુ પ્રશ્નો સાથેની એક ક્વિઝ બેંક તૈયાર કરી છે. આ પહેલ વૈજ્ઞાનિકો, ઇજનેરો અને સંશોધકોની આગામી પેઢીને ઉછેરવા માટેની ગુજરાતની પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે ઉભી આવી છે.
ગુજકોસ્ટ પ્રીલીમનરી રાઉન્ડમાં પસંદ પામેલ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે અને આગામી રાઉન્ડ માટે તેમને શુભેચ્છા પાઠવે છે. ગુજરાત STEM ક્વિઝ 3.0 વિદ્યાર્થીઓને STEMની દુનિયામાં વધુ રસ કેળવાય તેના માટે પ્રેરણા આપશે, જે ભારત માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવે છે.
આ પણ વાંચોઃ રાજસ્થાનમાં પેટ્રોલ પંપ પર CNG ટેન્કરમાં બ્લાસ્ટ, 5 લોકો ભડથું થઈ ગયા