- આખા ગુજરાતમાં ડમી સ્કૂલોનો રાફડો ફાટ્યો
- ક્લાસિસોને ઓફિશિયલ નોન-અટેન્ડિંગ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવાનો પરવાનો મળશે
- ડમી શાળાઓ અને ડે સ્કૂલોને કાયદાકીય રીતે મંજૂરીના દ્વાર ખોલ્યા
સરકારનો ગુજરાત સ્ટેટ ઓપન બોર્ડનો પરિપત્ર શિક્ષણ નીતિ અને રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની વિપરીત છે તેમ કોંગ્રેસના હેમાંગ રાવલે જણાવ્યું છે. સરકારની નીતિથી મોટા ટ્યુશન ક્લાસિસોને ઓફિશિયલ નોન – અટેન્ડિંગ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવાનો પરવાનો મળશે. નવો પરિપત્ર પાછલે બારણે ડમી શાળાઓ અને ડે સ્કૂલોને કાયદાકીય રીતે મંજૂરીના દ્વાર ખોલીને ટ્યુશન પદ્ધતિને પ્રોત્સાહન આપનાર છે.
આ પણ વાંચો: ગુજરાત: પાલિકાની સ્થાયી સમિતિની નવી ટીમમાં વર્તમાન ચહેરાઓ રિપિટ નહીં થાય
સરકાર દ્વારા આધિકારીક આંકડો 1,15,૦૦૦ થી વધુ દર્શાવવામાં આવ્યો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલે રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પ્રેસ વાર્તામાં જણાવ્યું હતું કે હજી થોડા દિવસ પહેલા પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં એક લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ ડ્રોપઆઉટ લીધો છે તેઓ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સરકાર દ્વારા આધિકારીક આંકડો 1,15,૦૦૦ થી વધુ દર્શાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર શિક્ષણનું સ્થળ સુધારવાના બદલે અવનવા ગતકડા કરતી રહે છે અને એ ગતકડાઓમાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગનો પરિપત્ર એ વધુ એક ઉમેરો છે.
14 વર્ષની ઉંમરે વિદ્યાર્થી ધોરણ 10 ની પરીક્ષા આપી શકશે
ઉપરોક્ત પરિપત્ર મુજબ હવે શાળાઓમાં વિદ્યાર્થીઓ હાજરી નહી આપે અને સત્રાંત પરીક્ષા નહી આપે તો પણ તેઓ ધોરણ 8,9,10,11 અને 12ની સીધી જ પરીક્ષા આપી શકશે અને તેમને રેગ્યુલર વિદ્યાર્થીની જેમ જ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ એ માર્કશીટ આપશે. આ પરિપત્રમાં સૌથી મોટી બાબત એ છે કે, 14 વર્ષની ઉંમરે વિદ્યાર્થી ધોરણ 10 ની પરીક્ષા આપી શકશે. જ્યારે નવી શિક્ષણ નીતિમાં છ વર્ષની ઉંમરે બાળકને શાળામાં મૂકવામાં આવે છે અને જો તે પ્રમાણે ગણવામાં આવે તો વિદ્યાર્થી ધોરણ 10 ની પરીક્ષા 16 વર્ષે આપે છે જ્યારે આ પરિપત્રમાં 14 વર્ષની ઉંમરે ધોરણ 10ની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીની પાત્રતા બતાવવામાં આવી છે.
આખા ગુજરાતમાં ડમી સ્કૂલોનો રાફડો ફાટ્યો
એક તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાઓની દાદાગીરી અને ફરજિયાત ટ્યુશનમાં મોકલવાની પ્રવૃત્તિથી આર્થિક રીતે અને માનસિક રીતે પીસાઈ રહ્યા છે અને બીજી તરફ આખા ગુજરાતમાં ડમી સ્કૂલોનો જે રાફડો ફાટ્યો હતો તેને બંધ કરવાના બદલે આ પરિપત્રથી આવી સ્કૂલોને પ્રોત્સાહન મળશે. વિદ્યાર્થીઓ હાજરી નહીં આપે તો પણ ગુજરાત સ્ટેટ ઓફ બોર્ડમાં રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપી શકશે તેનો સીધો જ ફાયદો લાખો રૂપિયાની મસ મોટી ફી લેતા કોટા સ્થિત એજ્યુકેશન સેન્ટરના માલિકોને કરાવવામાં આવી રહ્યો છે.
બંધ થયેલી ડે સ્કૂલો અને સ્કૂલોમાં ચાલતા ટ્યુશન ક્લાસીસો ફરીથી ધમધમી ઉઠશે
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અને ગુજરાત ટ્યુશન અધિનિયમ મુજબ ગુજરાતની કોઈપણ શાળાના શિક્ષકો કે ટેકનિકલ સ્ટાફ કે શાળા પોતે શાળાના સમયમાં કે શાળાના સમય બાદ વેતન કે અવેતન, વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું ટ્યુશન આપી શકતા નથી પરંતુ ઉપરોક્ત પરિપત્રથી માંડ માંડ આંદોલનથી બંધ થયેલી ડે સ્કૂલો અને સ્કૂલોમાં ચાલતા ટ્યુશન ક્લાસીસો ફરીથી ધમધમી ઉઠશે.