- ગુજરાતીઓ બેંકોમાં સલામત રીતે મુદતી થાપણમાં રોકાણ વધારી રહ્યા છે
- પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં રૂ.4,72,933 કરોડ ધિરાણ
- ફાયનાન્સ મેનેજમેન્ટમાં ગુજરાતીઓ શેર બજારમાં રોકાણ કરીને સંપત્તિનું સર્જન કરે છે
દેશમાં શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ગુજરાત રાજ્ય અગ્રેસર છે. જેમાં રાજ્યમાં બેંકોની થાપણોનું પ્રમાણ 7 ટકા વધીને રૂ.11 લાખ કરોડ થયું છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ છ માસમાં રૂ .75,635 કરોડની વધુ ડિપોઝિટ છે. તેમજ ધિરાણ 11.39 ટકા વધીને રૂ.9.43 લાખ કરોડ થયું છે.
આ પણ વાંચો: રામ રાખે તેને કોણ ચાખે કહેવત યથાર્થ ઠરી, જામનગરમાં 2 વર્ષના બાળકનું સફળ રેસ્ક્યુ
ગુજરાતીઓ બેંકોમાં સલામત રીતે મુદતી થાપણમાં રોકાણ વધારી રહ્યા છે
પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં રૂ.4,72,933 કરોડ ધિરાણ છે. જેમાં દેશમાં શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ગુજરાત રાજ્ય મોખરાના રાજ્યોમાં સ્થાન ધરાવે છે, આમ છતાં ગુજરાતીઓ બેંકોમાં સલામત રીતે મુદતી થાપણમાં રોકાણ વધારી રહ્યા છે. આમ ફાયનાન્સ મેનેજમેન્ટમાં ગુજરાતીઓ શેર બજારમાં રોકાણ કરીને સંપત્તિનું સર્જન કરે છે. બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડ તથા બેંકોની થાપણોમાં રોકાણ કરીને સલામત વળતર માટેના માર્ગને પસંદ કરે છે. ગુજરાતમાં સપ્ટેમ્બર 2023માં પુરા થતાં નાણાંકીય વર્ષ 2023-24ના પ્રથમ છ માસમાં બેંકોની 10277 શાખાઓમાં થાપણો રૂ.11.52 લાખ કરોડની હતી. જે માર્ચ 2023માં રૂ.10.77 લાખ કરોડ હતી.આમ છ માસમાં જ રૂા.75645 કરોડનો વધારો થાપણોમાં નોંધાયો હતો. જે માર્ચ 2023ની તુલનાએ 7.02 ટકાની વૃધ્ધિ દર્શાવે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મિશ્ર ઋતુનો અનુભવ, જાણો ઠંડી વધવાની શું છે આગાહી
ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસમાં રૂ.49643 કરોડનો વધારો
ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા ગુજરાતની સામાજિક આર્થિક સમીક્ષામાં સ્ટેટ લેવલ બેંકિંગ કમિટીના રિપોર્ટ -2023ને ટાંકીને જણાવાયું છેકે, ગુજરાતમાં ક્રેડિટ – ડિપોઝિટ (ધિરાણ- થાપણ) દર માર્ચ 2023માં 78.66 ટકા હતો. જે સપ્ટેમ્બર 2023ના અંતે 81.87 ટકા રહ્યો હતો. જે માર્ચ 2023ની સરખામણીએ 3.21 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. રાજ્યમાં પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં ધિરાણ માર્ચ -2023ના અંતે રૂ.423290 કરોડ હતું. જે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસમાં રૂ.49643 કરોડનો વધારો દર્શાવે છે. આ પ્રમાણ સપ્ટેમ્બર 2023ના અંતે રૂ.472933 કરોડ રહ્યું હતું.