ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Text To Speech
  • મુસાફરી ભથ્થાની જગ્યાએ લોગબુકનો ઉપયોગ કરવાનો રહેશે
  • ગુજરાતમાં વિવિધ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ નિર્ણયનો અમલ થશે
  • અધિકારીઓને આપવામાં આવતુ મુસાફરી ભથ્થું રાજ્ય સરકારે રદ કર્યો

ગુજરાતમાં વિવિધ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને ચૂકવવામાં આવતા મુસાફરી ભથ્થું રાજ્ય સરકારે રદ કર્યો છે.

મુસાફરી ભથ્થાની જગ્યાએ લોગબુકનો ઉપયોગ કરવાનો રહેશે

રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, પ્રાંત અધિકારી અને મામલતદારોને સરકારી કામકાજ અર્થે પેટ્રોલ/ડિઝલ સંચાલિત સરકારી વાહનનો ઉપયોગ કરવાનો થતો હોય ત્યારે તેમને ચૂકવવામાં આવતા મુસાફરી ભથ્થાની જગ્યાએ લોગબુકનો ઉપયોગ કરવાનો રહેશે અને તેના નિયમોનું પાલન કરવાનું રહેશે.

વર્ષ 2022ના ઠરાવ અંતર્ગત સરકારી કામકાજ મુસાફરી ભથ્થું ચૂકવવામાં આવતુ

રાજ્યના મહેસૂલ વિભાગ હેઠળ જિલ્લા કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલદારોને વર્ષ 2022ના ઠરાવ અંતર્ગત સરકારી કામકાજ મુસાફરી ભથ્થું ચૂકવવામાં આવતુ હતું, જો કે, હવે સરકારે આ અધિકારીનું મુસાફરી ભથ્થું રદ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સુરતમાં હિટ એન્ડ રન, કાર ચાલકે છ લોકોને અડફેટે લીધાં, બેનું ઘટના સ્થળે મૃત્યુ

Back to top button