રાજ્ય વિધાનસભામાં ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ ખરડો 2025 રજૂ કરવામાં આવ્યો

ગાંધીનગર, 27 માર્ચ, 2025: ગુજરાત વિધાનસભામાં Gujarat Assembly ‘ધ ગુજરાત સ્ટેમ્પ સુધારા ખરડો 2025’ રજૂ કરવામાં આવ્યો છે. આ સુધારા ખરડા અનુસાર ગુજરાત સ્ટેમ્પ Gujarat Stamp Amendment Bill 2025 અધિનિયમ 1958ની કલમ 62-ક (3) સાથે કલમ 9-એની જોગવાઈનું પાલન ન કરનાર અથવા સ્ટેમ્પ ડ્યૂટી વસૂલીને સરકારમાં જમા કરાવવામાં નિષ્ફળ જનાર કે સ્ટેમ્પ ડ્યૂટી સંદર્ભે ખોટી માહિતી આપનારની દંડની રકમમાં ખાસો વધારો કરવામાં આવ્યો છે.
જોગવાઈનું પાલન ન કરવા બદલ દંડની રકમ હાલના રૂપિયા 200થી વધારીને 1 લાખ કરવામાં આવી છે. આ રીતે કરવામાં આવતો દંડ ઓછામાં ઓછો 10 હજાર રૂપિયા તો કરવો જ પડશે તેવી જોગવાઈ નવા સૂચિત સુધારા ખરડામાં દાખલ કરવામાં આવી છે. કલમ 62-ક ની 1, 2, 3 માં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં આ દંડની રકમ 200 થી વધારીને 50 હજાર રૂપિયા પણ કરી દેવામાં આવી છે. તેમ જ ઓછામાં ઓછી પેનલ્ટી 10 હજાર કરી દેવાની ખરડામાં જોગવાઈ કરવામાં આવી છે. દંડની જંગી રકમ રાખીને તે રકમમાં ઘટાડો કરવાની કલેક્ટરને સલાહ આપવામાં આવી હતી.
ખરડામાં કરવામાં આવેલા સુધારા અનુસાર કલમ 62- કનો ભંગ કરવાના પહેલા ગુના માટે 500 રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી રહી છે. જે તે વ્યક્તિ ગુનેગાર ઠરે ત્યારે તેને 5 હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે. કલમ 62-કની જોગવાઈનો બીજીવાર ભંગ કરવા બદલ 1 હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ લાવવામાં આવી રહી છે. ત્રીજીવાર અને ત્યારબાદ આ ગુનો કરે તો 2 હજાર રૂપિયાનો દંડ અને બે વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
મૃત્યુ પામેલાની મિલકતના વારસદાર પુત્ર કે પુત્રીને માત્ર 200 રૂપિયાના સ્ટેમ્પ લખી આપીને અન્ય ડ્યૂટી ભર્યા વિના મિલકત ટ્રાન્સફર કરી આપવાની બજેટમાં જોગવાઈ દાખલ કરવામાં આવી છે. આ જોગવાઈથી સરકારે જનતાને ખુશ કરી દીધી છે તો બીજી બાજુ કોઈ ચૂક થાય તો માટે જંગી રકમનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરી છે. આ જ રીતે આર્ટિકલ 36માં સુધારો સૂચવીને તારણમાં આપેલી એટલે કે ગિરોખત કરી આપેલી મિલકત માટે 500 થી 1000 રૂપિયાનો દંડ કરવાની જોગવાઈમાં વધારો કરીને 5 હજાર રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રીઆરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD