ગુજરાતટ્રેન્ડિંગ

બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાત ST વિભાગ હરકતમાં, 4300 ટ્રીપ કરાઇ રદ

ગુજરાતના માથે બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વાવાઝોડું હવે ઝડપથી ગુજરાત તરફ વધી રહ્યું છે. જાણકારી મુજબ વાવાઝોડું જખૌ બંદરથી માત્ર 120 બિપરજોય વાવાઝોડાના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વિનાશની આશંકા છે. ત્યારે આ વાવાઝોડાને લઈને હાલ પરિવહન સુવિધાઓ ઠપ્પ થઈ ગઈ છે. વાવાઝોડાને ધ્યાને રાખીને કેટલીક ટ્રેનો તેમજ ફ્લાઈટ સ્થગિત કરી દેવામા આવી છે. ત્યારે હવે આ વાવાઝોડાને લઈને ગુજરાત ST નિગમ પણ હરકતમાં આવ્યું છે. અને વાવાઝોડાને પગલે ST નિગમે બસની લગભગ 4300 ટ્રીપ રદ્દ કરી દીધી છે.

ST નિગમે બસની લગભગ 4300 ટ્રીપ રદ્દ કરી

અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપોરજોય ચક્રવાત ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત બિપરજોય આજે સાંજ સુધીમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારો અને પાકિસ્તાનના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ આ વાવાઝોડું કચ્છના જખૌ બંદરથી 110 કિમી દૂર છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આ વાવાઝોડાને લઈને ચેતવણી પણ આપી દેવામા આવી છે. ત્યારે વાવાઝોડાને લઈને એસટી વિભાગ એલર્ટ થઈ ગયું છે. અને વાવાઝોડાને પગલે ST નિગમે બસની લગભગ 4300 ટ્રીપ રદ્દ કરી દીધી છે.

આ પણ વાંચો : બિપરજોય ચક્રવાત LIVE અપડેટ: વાવાઝોડું જખૌ બંદરથી માત્ર 120 કિ.મી. દૂર

એસટી વિભાગ દ્વારા દરિયાઈ સીમા પર મોનિટરિંગ

જાણકારી મુજબ એસટી વિભાગ દ્વારા પણ દરિયાઈ સીમા પર GPS ટ્રેકિંગ દ્વારા લાઈવ મોનિટરિંગ કરવામા આવી રહ્યું છે. રાણીપ ઓફિસ પર સીસીટીવી કંટ્રોલરૂમ ખાતે આ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે ગુજરાતના કોસ્ટલ એરિયામાં જીઓ ફેન્સ લાગુ કરવામાં આવ્યું છે. જેના દ્વારા બસના સંચાલન પર લાઈવ નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને ઇફેક્ટેડ કોસ્ટલ વિસ્તારમાં જતી બસનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની ગંભીર સ્થિતિને જોતા ST વિભાગે લીધો નિર્ણય

મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને લઈને રેડ એલર્ટ આપવામા આવ્યું છે. હાલ આ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે વાવાઝોડા અને વરસાદને કારણે એસટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ, જૂનાગઢ, પોરબંદર, કેશોદ, માંગરોળ, વેરાવળ, દ્વારકા, ખંભાળિયામાં ST બસનું સંચાલન બંધ કરાયું છે. તેમજ મહેસાણા-દ્વારકાની લોન્ગ ટ્રીપ જામનગર ટૂંકાવાઈ છે. અને સૌરાષ્ટ્ર તરફની લોન્ગ ટ્રીપ શોર્ટ કરવામાં આવી છે. તેમજ તમામ ડેપો અને સ્ટેશન પર સીસીટીવી પરથી નજર રાખવામા આવી રહી છે. ડીઝલનો જથ્થો રાખવા અને હોર્ડિંગ્સ ઉતારવા સૂચન આપવામા આવ્યું છે.

 આ પણ વાંચો : Cyclone Biporjoyના કારણે ટ્રેન થઈ છે કેન્સલ ? જાણો કેવી રીતે મેળશે રિફંડ

Back to top button