ગુજરાત: એસટી બસના ડ્રાઇવરને રૂ.150ની લાંચ લેવી ભારે પડી
- ડ્રાઇવરની અટકાયત કરી એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી
- મોડાસા-સોમનાથ રૂટની બસનો ડ્રાઇવર 150ની લાંચ લેતા ઝડપાયો
- ડ્રાઇવરે જેતપુર પાર્સલ પહોંચાડવા માટે લાંચ લીધી હતી
ગુજરાતના દહેગામ ડેપોમાં એસટી બસના ડ્રાઇવરને રૂ.150ની લાંચ લેવી ભારે પડી છે. જેમાં દહેગામ ડેપોમાં મોડાસા-સોમનાથ રૂટની બસનો ડ્રાઇવર 150ની લાંચ લેતા ઝડપાયો છે. પાર્સલ જેતપુર પહોંચાડવા લાંચની માંગણી કરી હતી. તેમાં એસીબીના છટકાથી કટકી કરનાર ડ્રાઇવર કંડક્ટરોમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડીમાં રાહત, ગાંધીનગર ઠંડુગાર
ડ્રાઇવરે જેતપુર પાર્સલ પહોંચાડવા માટે લાંચ લીધી હતી
ડ્રાઇવરે જેતપુર પાર્સલ પહોંચાડવા માટે લાંચ લીધી હતી. દહેગામ એસટી ડેપોમાં એસીબીએ છટકુ ગોઠવીને મોડાસા સોમનાથ રૂટની એસટી બસના ડ્રાઇવરને 150ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. આ ડ્રાઇવરે જેતપુર પાર્સલ પહોંચાડવા માટે લાંચ લીધી હતી. એસીબીના સફળ છટકાથી બારોબાર પાર્સલ પહોંચાડી પૈસાની કટકી કરનાર ડ્રાઇવર કંડક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગાંધીનગર એસીબીને બાતમી મળી હતીકે, દહેગામ ડેપો ખાતેથી ગાંધીનગર તરફ આવતી બસોમાં ડ્રાઇવર કંડક્ટરો લોકોના પાર્સલ તથા અન્ય સરસામાન અન્ય ડેપોમાં પહોચાડવાના બદલામાં લાંચ પેટે પૈસા પડાવી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત: 26માંથી 20થી વધારે મતક્ષેત્રોમાં નવા ચહેરાને ભાજપ ટિકિટ આપશે!
એસટી નિગમમાં પાર્સલ સર્વિસ માટે દરેક ડેપોમાં પાર્સલ ઓફિસ આવેલી છે
એસટી નિગમમાં પાર્સલ સર્વિસ માટે દરેક ડેપોમાં પાર્સલ ઓફિસ આવેલી છે. જ્યાં નિયમોનુસાર પાર્સલના થતા પૈસા ભરીને પહોંચ આપવામાં આવે છે. પરંતુ કેટલાક ડ્રાઇવર કંડક્ટરો પૈસા માટે ડાયરેક્ટ લોકો પાસેથી જ ગેરકાયદે રીતે પાર્સલ લઇને કટકી કરતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી. જે મામલે ગાંધીનગર એસીબી એકમના મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર ડી.એ.ચૌધરી સહિતના સ્ટાફે ડિકોય છટકાનું આયોજન કર્યુ હતું. જે અંતર્ગત એસીટીબનો સ્ટાફ ડિકોયર સાથે દહેગામ એસટી ડેપોએ ગોઠવાઇ ગયો હતો.
ડ્રાઇવરની અટકાયત કરી એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી
મોડાસા સોમનાથ રૂટની એસટી બસ આવી હતી. આથી ડિકોય છટકા પ્રમાણે ડિકોયરને એક પાર્સલ લઇને ડ્રાઇવર પાસે મોકલ્યો હતો. ડિકોયરે આ પાર્સલ રાજકોટના વિરપુર પહોંચાડવાનું કહ્યુ હતું. જેના પેટે ડ્રાઇવરે 150 રૂપિયા માંગ્યા હતા. ડિકોયરે 150 રૂપિયા આપતા જ આસપાસ છુપાવેશમાં ગોઠવાયેલ એસીબીનો સ્ટાફ ડ્રાઇવર પાસે ધસી ગયો હતો અને તેને લાંચના 150 રૂપિયા સાથે રંગેહાથ ઝડપી લીધો હતો. એસીબીની પ્રાથમિક પુછપરછમાં આ ડ્રાઇવરનું નામ કનુભાઇ મોગાભાઇ વણકર હોવાનું ખુલ્યુ હતું. તેઓ મોડાસા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તેઓની અટકાયત કરી એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.