ગુજરાત: પરશોત્તમ રૂપાલાના વાણીવિલાસ વચ્ચે દિલ્હીનું તેડું આવવાની અટકળો તેજ
- કેન્દ્રીય કેબિનેટ યોજાય તો બેઠકમાં રૂપાલા ઉપસ્થિત રહેશે
- કેબિનેટ બેઠક બાદ ક્ષત્રિયોના વિવાદ મામલે બેઠક થઈ શકે છે
- દિલ્હીમાં ગુજરાતમાં ક્ષત્રિયોના વિવાદ મામલે નિર્ણય લેવાઈ શકે છે
પરશોત્તમ રૂપાલાના વાણીવિલાસ વચ્ચે દિલ્હીનું તેડું આવવાની અટકળો તેજ થઇ છે. જેમાં ગુજરાતમાં ક્ષત્રિયોના વિવાદ મામલે પરશોત્તમ રૂપાલા 3 એપ્રિલે દિલ્હી જઈ શકે છે. 3 એપ્રિલે કેન્દ્રીય કેબિનેટ યોજાય તો બેઠકમાં રૂપાલા ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીના પ્રકોપમાં આંશિક રાહત, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન
કેબિનેટ બેઠક બાદ ક્ષત્રિયોના વિવાદ મામલે બેઠક થઈ શકે છે
કેબિનેટ બેઠક બાદ ક્ષત્રિયોના વિવાદ મામલે બેઠક થઈ શકે છે. તેમજ ગુજરાતમાં ક્ષત્રિયોના વિવાદ મામલે નિર્ણય લેવાઈ શકે છે. કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના જાહેર મંચ પરથી કરવામાં આવેલા નિવેદને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પરશોત્તમ રૂપાલાના વાણીવિલાસના કારણે રાજ્યમાં ખૂણે-ખૂણે ક્ષત્રિય સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે કેન્દ્રીય મંત્રીએ તેમના નિવેદનને લઈ એકવાર વીડિયો મારફતે અને બીજીવાર જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. તેમ છતાં રાજ્યમાં કેન્દ્રીય મંત્રીનો વિરોધ યથાવત છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં કકળાટ વધ્યો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે
દિલ્હીમાં ગુજરાતમાં ક્ષત્રિયોના વિવાદ મામલે નિર્ણય લેવાઈ શકે છે
માહિતી મળી રહી છે કે પરશોત્તમ રૂપાલા વાણીવિલાસ વચ્ચે દિલ્હીનું તેડું આવી શકે છે. 3 એપ્રિલે કેન્દ્રીય કેબિનેટ યોજાય તો બેઠકમાં ઉપસ્થિત રહેવાની અટકળો તેજ થઇ રહી છે. કેબિનેટ બેઠક બાદ ક્ષત્રિયોના વિવાદ મામલે બેઠકમાં રૂપાલાના જાહેર મંચ પર વાણીવિલાસ કર્યાને લઇ ચર્ચા થઇ શકે છે. સુત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે, હાઈ કમાન્ડ સાથે રૂપાલાની બેઠક થઈ શકે છે અને ગુજરાતમાં ક્ષત્રિયોના વિવાદ મામલે નિર્ણય લેવાઈ શકે છે.