ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: ભ્રષ્ટાચારનો નમુનો, 23 દિવસ પહેલાં ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ થયુ અને પોપડા ઉખડ્યા

Text To Speech
  • સિમેન્ટ ક્રોંક્રિટના બે સ્પાન વચ્ચેથી પોપડા ઉખડવા લાગ્યા
  • લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દ્વારા કરવામાં આવ્યું હતું
  • વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો ભયભીત બન્યા

ગુજરાતના ડાકોરમાં ભ્રષ્ટાચારનો નમુનો જોવા મળ્યો છે. જેમાં 23 દિવસ પહેલાં ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ થયુ અને પોપડા ઉખડ્યા છે. તેમાં લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દ્વારા કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર અને માર્ગ અને મકાન વિભાગના તંત્રની મિલિભગત અંગે નગરમાં અનેક ચર્ચાઓ થઇ છે.

આ પણ વાંચો: અમદાવાદથી શરૂ થતી કેટલીક ટ્રેનોને સાબરમતી અને ગાંધીનગર સ્ટેશનથી ઉપાડવાનો નિર્ણય કરાયો 

સિમેન્ટ ક્રોંક્રિટના બે સ્પાન વચ્ચેથી પોપડા ઉખડવા લાગ્યા

તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર પ્રત્યે કોઇ જ ધ્યાન આપવામાં આવ્યું ન હતુ. યાત્રાધામ ડાકોરમાં 23 દિવસ પહેલાં જ નવા ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દ્વારા કરવામાં આવ્યું હતું. નવા બ્રિજના ઉપરના ભાગેથી મુકાયેલા સિમેન્ટ ક્રોંક્રિટના બે સ્પાન વચ્ચેથી પોપડા ઉખડવા લાગ્યા છે. કોન્ટ્રાક્ટર અને માર્ગ અને મકાન વિભાગના તંત્રની મિલિભગત અંગે નગરમાં અનેક ચર્ચાઓ ઉઠી છે.

આ પણ વાંચો: ગુજરાત: AMCની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં SRFDLને રૂ. 2,200 કરોડની લોન આપી 

વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો ભયભીત બન્યા

ડાકોરમાં સરકાર દ્વારા મંગલમ બિટકોન એજન્સી મહેસાણાને રૂ.70 કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રીજ બનાવવાનો કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો હતો. હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાઇ રહ્યું છે તેવી ઘણીવાર સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદો ઉઠી હતી છતાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર પ્રત્યે કોઇ જ ધ્યાન આપવામાં આવ્યું ન હતુ. અઢી વર્ષે આ ફલાય ઓવરબ્રિજનું કામ પુરું થયું હતું. માત્ર 23 દિવસમાં તો સ્પાનમાંથી પોપડા ખરવા લાગ્યા છે. જેથી વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો ભયભીત બન્યા છે.

Back to top button