ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: રક્ષાબંધનના પર્વને લઈને GSRTCનુ આગવું આયોજન

Text To Speech
  • રક્ષાબંધનના પર્વ દરમ્યાન 6500 બસોની એક્સ્ટ્રા ટ્રીપ દોડાવાશે
  • રક્ષાબંધનના પર્વ દરમ્યાન થતા ટ્રાફિકને લઇ આયોજન
  • મુસાફરોને પણ ખાનગી વાહનોનો સહારો લેવો પડતો નથી

અમદાવાદમાં રક્ષાબંધનના પર્વને લઈને GSRTCનુ આગવું આયોજન છે. જેમાં રક્ષાબંધનના પર્વ દરમ્યાન 6500 બસોની એક્સ્ટ્રા ટ્રીપ દોડાવાશે. 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી રક્ષાબંધનના તહેવારો દરમિયાન એક્સ્ટ્રા બસોના સંચાલન માટે નિર્ણય લેવાયો છે. તેમાં અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડીવિઝનમાંથી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરાશે.

રક્ષાબંધનના પર્વ દરમ્યાન થતા ટ્રાફિકને પહોંચી વળવા એસ.ટી નિગમનું આયોજન

રક્ષાબંધનના પર્વ દરમ્યાન થતા ટ્રાફિકને પહોંચી વળવા એસ.ટી નિગમનું આયોજન છે. સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ એસટી ડેપોમાંથી આ બસોનું સંચાલન કરાશે,જનમાષ્ટમી અને રક્ષાબંધનનો પર્વ હોવાથી લોકો બહારગામ વધુ જતા હોય છે, મુસાફરોને તકલીફ ના પડે તેને લઈ એસટી નિગમ દ્રારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક રૂટ પર આ વધારાની બસો દોડાવવામાં આવશે. તો મુસાફરનો તહેવારના સમયે વધુ તકલીફ ના પડે અને સમય પ્રમાણે બસો મળી રહે તે માટે આ નિર્ણય મુસાફરો માટે ફાયદારૂપ બની રહેશે.

મુસાફરોને પણ ખાનગી વાહનોનો સહારો લેવો પડતો નથી

ST વિભાગ નિયામકના જણાવ્યા મુજબ તારીખ 19થી 29 આઠ દિવસ સુધી ડિવિઝન હેઠળ આવેલા નવ ડેપોમાં દૈનિક 50થી વધુ ટ્રીપ દોડાવવાનું આયોજન કરાયું છે. પાંચમથી આઠમ દરમિયાન મુસાફરોનો વધુ ધસારો હોય છે. જેથી તે સમયગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો વધારાની બસ દોડાવાશે. દર વર્ષે એસટી વિભાગ દ્રારા તહેવારોના સમયે વિશેષ બસો દોડાવવામાં આવે છે જેના કારણે મુસાફરોને તકલીફનો સામનો કરવો નથી પડતો. દિવાળીના સમયમાં પણ એસટી વિભાગ દ્રારા વિશેષ બસો દોડાવવામાં આવે છે. એક થી બીજી જગ્યાએ જવામાં સરળતા રહે તે માટે આ બસો દોડાવવામાં આવે છે. વધારાની બસો દોડાવવાથી એસટી વિભાગને સારી આવક થાય છે,સાથે સાથે મુસાફરોને પણ ખાનગી વાહનોનો સહારો લેવો પડતો નથી.

Back to top button