ગુજરાત: સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જનારા ભક્તો માટે ખાસ સમાચાર
- આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે
- સોમનાથ મહાદેવને બિલ્વપત્રનો શૃંગાર કરવામાં આવશે
- પગપાળા ચાલીને આવતા યાત્રિકો માટે સેવાભાવી લોકો દ્વારા ફરાળની વ્યવસ્થા
સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા જનારા ભક્તો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે. જેમાં સોમનાથ મહાદેવ મંદિર વહેલી સવારે 4 વાગ્યે ખૂલશે. તેમજ પ્રથમ સોમવારે શિવજીને પ્રિય બિલ્વપત્રનો શૃંગાર થશે. તથા મંદિર પરિસરમાં પાલખી યાત્રા આજે સવારે યોજાઇ છે. પ્રથમ સોમવારે સાંજે સોમનાથ મહાદેવને બિલ્વપત્રનો શૃંગાર કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ: સિવિલ કિડની હોસ્પિટલમાં 3 વર્ષમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનો આંકડો જાણી દંગ રહેશો
પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મંદિરના દ્વાર વહેલી સવારે 4 વાગ્યે ખુલ્યા
ઉલ્લેખનીય છે કે યાત્રિકોના ધસારાને લઈને 300થી વધુ પોલીસ કર્મી રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મંદિરના દ્વાર વહેલી સવારે 4 વાગ્યે ખુલ્યા છે. પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને બિલ્વપત્રનો શૃંગાર કરવામાં આવશે. તેમજ સવારે મંદિર પરિસરમાં પાલખી યાત્રા નીકળી છે. સોમનાથ ખાતે ટ્રસ્ટ તેમજ વહિવટી તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા આ વખતે યાત્રિકો માટે પરિસરમાંકોરીડોર બનવવામા આવ્યો છે.
પગપાળા ચાલીને આવતા યાત્રિકો માટે સેવાભાવી લોકો દ્વારા ફરાળની વ્યવસ્થા
શ્રાવણ માસનો પ્રારંભ પ્રથમ સોમવારથી થતો હોવાથી સોમનાથ ખાતે રવિવારથી લોકો પગપાળા, રેલવે,એસ ટી,અને પોતાના પ્રાઈવેટ વાહનો દ્વારા આવી ગયા છે. પગપાળા ચાલીને આવતા યાત્રિકો માટે સેવાભાવી લોકો દ્વારા ઠેર ઠેર ચા પાણી અને ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથમાં સવારના પાલખી યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. અને પાલખી યાત્રા મંદિર પરિસરમાં ભગવાન નગર ચર્ચાએ નિકળશે તેમજ સાંજના શિવજીને પ્રિય બિલ્વ પત્ર શ્રુંગાર કરવામાં આવશે. શ્રાવણને પ્રથમ સોમવારે લોકોના ધસારાને ધ્યાને લઇ અને જિલ્લા પોલીસ વડા મનોહર સિંહ જાડેજાએ જણાવ્યું કે 300 પોલીસ કર્મીઓ રાઉન્ડ ધ કલોક ફરજમા રહશે જેમા બોમ્બ ડિસ્પોઝલ સ્વોડ, એસ.આર.પી,ધોડેશ્વાર પોલીસ, જીઆરડી અને સોમનાથ ટ્રસ્ટ સિકયુરીટી રહેશે.