ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટની મદદ માટે ખાસ એડવોકેટની નિમણૂક

  • નીમાયેલ વકીલે પીડિતોને તેમના ઘેર જઇ રૂબરૂ મુલાકાત કરવાની રહેશે
  • સ્વતંત્ર અને નિષ્પક્ષ વકીલ તરીકે એડવોકેટ ઐશ્વર્યા ગુપ્તાની નિમણૂક
  • અહેવાલ પણ રજૂ કરવા હાઇકોર્ટે રાજય સરકારને હુકમ કર્યો

ગુજરાતના મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટની મદદ માટે ખાસ એડવોકેટની નિમણૂક કરવામાં આવી છે. તેમજ રાજ્યના દરેક બ્રિજની અને મોરબીના પીડિતોની હાલતનો રિપોર્ટ આપો તેમ હાઈકોર્ટે જણાવ્યું છે. ભારે ટીકા બાદ સરકારે આ મામલે એક્શન ટેકન રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે. નિષ્પક્ષ વકીલ તરીકે નીમાયેલ આ વકીલે પીડિતોને તેમના ઘેર જઇ રૂબરૂ મુલાકાત કરવાની રહેશે.

આ પણ વાંચો: ગુજરાત સ્વાઈન ફ્લૂના વધુ કેસ અને મોત મામલે દેશમાં બીજા નંબરે, આંકડો જાણી દંગ રહેશો 

અહેવાલ પણ રજૂ કરવા હાઇકોર્ટે રાજય સરકારને હુકમ કર્યો

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટોની સુનાવણી દરમિયાન ચીફ્ જસ્ટિસની ખંડપીઠે કોર્ટના આંખ અને કાન બનીને પીડિતો સાથે મુલાકાત કરી તેમની અપેક્ષાઓ અને જરૂરિયાતોની જાણ કરવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ વકીલ તરીકે એડવોકેટ ઐશ્વર્યા ગુપ્તાની નિમણૂંક કરી હતી. બીજી બાજુ, હાઇકોર્ટે મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે થયેલી કામગીરીનો અહેવાલ પણ રાજય સરકાર પાસેથી માંગ્યો હતો. આ ઉપરાંત રાજયના તમામ બ્રિજના ઇન્સ્પેકશન અને પીડિતોની સ્થિતિ બાબતનો અહેવાલ પણ રજૂ કરવા હાઇકોર્ટે રાજય સરકારને હુકમ કર્યો હતો.

નીમાયેલ વકીલે પીડિતોને તેમના ઘેર જઇ રૂબરૂ મુલાકાત કરવાની રહેશે

ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસના પીડિતોને મળવા અને તેમની જમીનની સ્થિતિ વિશે વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે તેના પ્રતિનિધિ તરીકે એડવોકેટ ઐશ્વર્યા ગુપ્તાની નિમણૂક કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે, એડવોકેટ સીધા હાઈકોર્ટના પ્રતિનિધિ તરીકે કામ કરશે અને જે કોર્ટની આંખ અને કાન બનીને કામ કરશે. હાઇકોર્ટે પીડિતોને રૂબરૂ મળી તેમની સમસ્યાઓ, પીડા અને જરૂરિયાતો સમજવા આ સ્વતંત્ર એડવોકેટને અનુરોધ કર્યો હતો. હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, નિષ્પક્ષ વકીલ તરીકે નીમાયેલ આ વકીલે પીડિતોને તેમના ઘેર જઇ રૂબરૂ મુલાકાત કરવાની રહેશે, તેઓને કોઇ એક જગ્યાએ બોલાવવા નહી. કલેકટર ઓફ્સિ તેમને લોજિસ્ટીક સપોર્ટ આપશે પરંતુ બધાને વ્યકિતગત રીતે મળશો તો જ ખ્યાલ આવશે કે પીડિતોની સાચી સ્થિતિ શું છે અને તેઓની શું જરૂરિયાત કે માંગ છે.

Back to top button