ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને નકલી વેબસાઈટથી સાવધાન રહેવા જણાવ્યું

Text To Speech
  • ત્રણેક વર્ષમાં ઓનલાઈન બુકિંગમાં ફ્રોડના બનાવ વધી રહ્યાં છે
  • માત્ર અસલી વેબસાઈટ પરથી જ કરાવો ઓનલાઈન બુકિંગ
  • ઓનલાઈન વોટ્સએપ, QR કોડના માધ્યમથી પૈસા માંગવામાં આવતા નથી

પ્રસિદ્ધ સોમનાથ મંદિરની પૂજાવિધિ અને ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગેસ્ટ હાઉસમાં ઓનલાઈન બુકિંગમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ફ્રોડની ઘટના બની રહી છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને નકલી વેબસાઈટથી સાવધાન રહેવા જણાવ્યું છે.

માત્ર અસલી વેબસાઈટ પરથી જ કરાવો ઓનલાઈન બુકિંગ

ટ્રસ્ટ દ્વારા જણાવ્યું કે, તમામ શ્રદ્ધાળુઓને સોમનાથ ટ્ર્સ્ટની ઓફિશિયલ વેબસાઈટ http://somnath.org પરથી ઓનલાઈન બુકિંગ કરવા માટે અનુરોધ કર્યો છે. જ્યારે ટ્રસ્ટ દ્વારા કોઈપણ ઓનલાઈન વોટ્સએપ, QR કોડના માધ્યમથી પૈસા માંગવામાં આવતા નથી. આ ઉપરાંત, ટેલીફોનિક કે અન્ય કોઈ રીતે બુકિંગ થતું નથી, માત્રને માત્ર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈટ પરથી બુકિંગ કરી શકાશે.

ત્રણેક વર્ષમાં ઓનલાઈન બુકિંગમાં ફ્રોડના બનાવ વધી રહ્યાં છે

ટેલીફોનિક કે ગુગલ સર્ચ કરીને છેતરાવું નહીં, ટ્ર્સ્ટના ગેસ્ટ હાઉસના નામની કોઈ વેબસાઈટ ન હોવાથી શ્રદ્ધાળુઓએ ફ્રોડ બુકિંગથી સાવચેત રહેવું જોઇએ. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણેક વર્ષમાં ઓનલાઈન બુકિંગમાં ફ્રોડના બનાવ વધી રહ્યાં છે. જેમાં પોલીસ ચોપડે 250થી વધુ કેસો નોંધાયેલા છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના સાંસદ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક ગેનીબેન ઠાકોરે જાહેર મંચથી સંકેત આપ્યા

Back to top button