ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: સોખડા મંદિરનો વિવાદ ફરી સામે આવ્યો, જાણો શું છે ટ્રસ્ટની મિલકતનો મામલો

ગુજરાતમાં સોખડા મંદિરનો વિવાદ ફરી સામે આવ્યો છે. જેમાં કયું જૂથ મિલકતમાં રહે તે નક્કી કરવાની સત્તા ચેરિટી કમિશનરને નથી. તેમજ પ્રબોધસ્વામી જૂથના સાધુ, સંતો, સાધ્વીઓને ટ્રસ્ટની મિલકતમાં રહેવા દેવાનો વિવાદ થયો છે. તથા ચેરિટી કમિશનરને માત્ર ટ્રસ્ટના સંચાલનની અરજી સાંભળવાની જ સત્તા તેમ હાઇકોર્ટે જણાવ્યું છે. જેમાં સાધુ-સંતો, સાધ્વીઓ અને સહિષ્ણુઓને રોકાવા માટેની વચગાળાની વ્યવસ્થા કરાઇ છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMC ટેક્સ મામલે આકરા પાણીએ, જાણો કઇ મિલકતો સીલ કરાઇ 

માત્ર ટ્રસ્ટ સંચાલન બાબતની અરજીઓ જ સાંભળવાની ચેરિટી કમિશરને સત્તા

સોખડા હરિધામ મંદિરની સત્તા અને ગાદીના વિવાદમાં થયેલી પિટિશનમાં હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, પ્રબોધસ્વામી જૂથના સાધુ-સંતો, સાધ્વીઓ અને સહિષ્ણુઓને ટ્રસ્ટની મિલકતમાં રહેવા દેવા અંગેની માંગણીવાળી અરજી ચલાવવાની સત્તા ચેરિટી કમિશનરને નથી. આ અંગે દિવાની દાવો થઇ શકે તેમ પણ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું. પબ્લીક ટ્રસ્ટ એકટની કલમ-41(એ) હેઠળ માત્ર ટ્રસ્ટ સંચાલન બાબતની અરજીઓ જ સાંભળવાની ચેરિટી કમિશરને સત્તા છે. પ્રબોધ સ્વામી જૂથના સાધુ-સંતો, સાધ્વીઓની મિલ્કત કે દાવા અંગે ચેરિટી કમિશનરને સુનાવણી કરવાની સત્તા નહી હોવાનું હાઇકોર્ટે જણાવ્યું હતું. રમ્યાન પ્રેમસ્વરૂપ અને અન્યો તરફ્થી હાઇકોર્ટને ખાતરી અપાઇ હતી કે, તા.10મી માર્ચ સુધી પ્રબોધ સ્વામી જૂથના સાધુ-સંતો, સાધ્વીઓ અને સહિષ્ણુઓને રોકાવા માટેની વચગાળાની વ્યવસ્થામાં કોઇ ખલેલ નહી પડે.

આ પણ વાંચો: અમદાવાદ: નકલી દસ્તાવેજો લઈ યુવતી PSIની ટ્રેનિંગ માટે પહોંચી અને ભરાઇ ગઇ 

પ્રબોધ સ્વામી જૂથની અરજી ચલાવવાની સત્તા ચેરિટી કમિશનરને નહી હોવાનું જણાવ્યું

વચગાળાની આ વ્યવસ્થાથી નિર્ણયનગર અને બાકરોલમાં પ્રબોધસ્વામી જૂથના સાધુ સંતો, સાધ્વીઓ અને સહિષ્ણુઓ રોકાઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા સ્થિત સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદી અને સધાના વિવામાં અગાઉ પણ ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોર્પસ અરજી થઇ હતી, જેમાં હાઇકોર્ટની રમ્યાનગીરીને પગલે પ્રબોધ સ્વામી જૂથના સાધુ-સંતો,સાધ્વીઓ અને સહિષ્ણુઓને રોકાવા માટેની વચગાળાની વ્યવસ્થા કરાઇ હતી. જો કે, હવે આ સાધુ-સંતો, સાધ્વીઓની મિલ્કતના લઇ નવો વિવા સામે આવ્યો છે. કારણ કે, પ્રબોધ સ્વામી જૂથના સાધુ સંતો, સાધ્વીઓ અને સહિષ્ણુઓને ટ્રસ્ટની મિલ્કતમાં કાયમી ધોરણે રહેવા વાની માંગ સાથે ચેરિટી કમિશનરમાં અરજી કરાઇ હતી. જોકે, જોઇન્ટ ચેરિટી કમિશનરે પ્રબોધ સ્વામી જૂથની અરજી ચલાવવાની સત્તા ચેરિટી કમિશનરને નહી હોવાનું જણાવ્યું હતુ.

Back to top button