ગુજરાત

ગુજરાત: કચ્છમાં રૂ.194 કરોડના ડ્રગ્સ કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા

  • લોરેન્સ બિશ્નોઇની ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ
  • કચ્છની સરહદ ઉપરથી કરોડો રૂપિયાના ડ્રગ્સ ઘુસાડવામાં આવ્યુ
  • બનાસકાઠા અને કચ્છમાં ડ્રોન મારફતે હથિયારો અને ડ્રગ્સ ઘુસાડયું

ગુજરાતના કચ્છમાં રૂ.194 કરોડના ડ્રગ્સ કેસમાં ચોંકાવનાર ખુલાસા થયા છે. જેમાં પરપ્રાંતીય જેલોમાંથી ગેંગસ્ટર્સનું નેટવર્ક ખૂલ્યું છે. તથા બિશ્નોઈ સહિતના ડ્રગ્સ માફિયા કેવી રીતે રેકેટ ચલાવે તેનો ઘટસ્ફોટ થયો છે. તેથી બિશ્નોઈની વધુ તપાસ, પૂછપરછ કરવા NIA રિમાન્ડ મેળવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર સ્પોર્ટ્સ પાર્કનો આરંભ 

લોરેન્સ બિશ્નોઇની ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ

કચ્છમાં 194 કરોડના ડ્રગ્સ કેસમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઇની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી છે. કુખ્યાત લોરેન્સ બિશ્નોઈના રિમાન્ડ મેળવવા માટે અમદાવાદ એનઆઈએ દ્વારા વિડીયો કોન્ફરન્સથી અરજી કરી છે. જેની આગામી 4થી સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. કુખ્યાત લોરેન્સ બિશ્નોઈની ગુજરાત એટીએસ દ્વારા બેવાર ધરપકડ કરીને ડ્રગ્સનું રેકેટ કેવી રીતે ચલાવવામાં આવી રહ્યુ છે અને પરપ્રાંતીય જેલમાંથી કેવી રીતે ગેંગસ્ટારો ઓપરેટ કરવામાં આવી રહ્યા છે તેની માહીતી મેળવી હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનો પારો 35 ડિગ્રી છતાં આ વિસ્તારોમાં થશે વરસાદની રાહત 

કચ્છની સરહદ ઉપરથી કરોડો રૂપિયાના ડ્રગ્સ ઘુસાડવામાં આવ્યુ

બીજી તરફ એટીએસની તપાસમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, ગુજરાતમાં લોરેન્સ બિશ્નોઈએ બનાસકાંઠા અને કચ્છની સરહદ ઉપરથી કરોડો રૂપિયાના ડ્રગ્સ ઘુસાડવામાં આવ્યુ હતુ. ઓખાના દરિયાઇ વિસ્તારમાંથી ડિસેમ્બર 2022માં 200 કરોડની કિંમતનું 40 કિલો ડ્રગ્સ ઉપરાંત 6 પિસ્તોલ મેગેઝીન સાથે દસ પાકિસ્તાનીઓ પકડાયા હતા તે કેસમાં પણ પુછપરછ કરી હોવાનું જાણવા મળે છે. કુખ્યાત લોરેન્સ બિશ્નોઇએ પંજાબ, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં ડ્રોન દ્વારા હથિયારો અને ડ્રગ્સ મોટાપાયે ઘુસાડયુ હતુ. આજ રીતે ગુજરાતમાં બનાસકાઠા અને કચ્છમાં ડ્રોન મારફતે હથિયારો અને ડ્રગ્સ ઘુસાડયું હોવાનુ બહાર આવ્યુ હતુ.

વિદેશમાં કોના મારફતે મોકલવામાં આવી રહ્યા છે તેની તપાસ હાથ ધરાઇ

અમદાવાદ એનઆઈએ દ્વારા કુખ્યાત લોરેન બિશ્નોઈના રિમાન્ડ મેળવીને અત્યાર સુધી ડ્રગ્સ ગુજરાતમાંથી કેટલુ ઘુસાડવામાં આવ્યુ તેની તપાસ હાથ ધરશે. આ ઉપરાંત પરપ્રાંતીય જેલમાંથી અન્ય આરોપીઓના મેળાપીપણામાં ડ્રગ્સ અને ખંડણીઓ અંગે કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવાના હોવાનું જાણવા મળે છે. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કુખ્યાત લોરેન બિશ્નોઈ પાસેથી પંજાબ સહિતના રાજયોમાં ડ્રગ્સ માફિયાઓ કેવી રીતે ડ્રગ્સ મગાવી રહ્યા છે અને વિદેશમાં કોના મારફતે મોકલવામાં આવી રહ્યા છે તેની તપાસ હાથ ધરનાર છે.

Back to top button