ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: સેલ્ફ-ડ્રાઇવ કાર ભાડે આપતા લોકો માટે ચોંકાવનારા સમાચાર

  • બોપલના વેપારીની બે કાર ભાડે લઇને પરત ન આપતા ત્રણ વિરુદ્ધ ફરિયાદ
  • પોલીસ સ્ટેશનમાં મનીષ પટેલ, હિતેષ પંચાલ અને ઉમંગ ચાવડા વિરૂદ્ધની ફરિયાદ
  • ટોળકીએ અત્યાર સુધીમાં 40થી વધુ કાર ગીરવે મૂકી દિધાનું સામે આવ્યુ

ગુજરાતમાં સેલ્ફ-ડ્રાઇવ કાર ભાડે આપતા લોકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં સેલ્ફ-ડ્રાઇવ કાર ભાડેથી લઈને ગીરવે મૂકતી ટોળકીનો તરખાટ મચાવ્યો છે. તેમજ ચાલીસ કાર વેચી નખી છે. જેમાં ચાંદલોડિયાની ટોળકીએ અનેક સેલ્ફ ડ્રાઇવ કારના વેપારીઓ સાથે ઠગાઇ આચરી છે. તેમાં બોપલના વેપારીની બે કાર ભાડે લઇને પરત ન આપતા ત્રણ વિરુદ્ધ ફરિયાદ થઇ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ મામલે અંબાલાલ પટેલની આગાહી, જાણો કયા થશે મેઘમહેર 

ટોળકીએ અત્યાર સુધીમાં 40થી વધુ કાર ગીરવે મૂકી દિધાનું સામે આવ્યુ

ટોળકીએ અત્યાર સુધીમાં 40થી વધુ કાર ગીરવે મૂકી દિધાનું સામે આવ્યુ છે. સેલ્ફ ડ્રાઇવ કાર ભાડેથી લઇને ખોટી આરસી બુક અને ડમી માલિક બનાવીને બારોબાર કાર ગીરવે મૂકતી ચાંદલોડીયાની ટોળકી વિરૂદ્ધ વધુ એક ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જેમાં ત્રણ શખ્સોએ બોપલમાં રહેતા એક વેપારી પાસેથી એગ્રીમેન્ટ કરીને બે કાર ભાડે લઇ ગયા હતા. એગ્રીમેન્ટમાં લખેલ સમયમર્યાદા પૂર્ણ થઇ ગઇ હોવા છતાં ત્રણેય શખ્સોએ બન્ને કાર પરત ન આપીને છેતરપિંડી આચરી હતી. આટલુ જ નહીં, આ ટોળકીએ અમદાવાદમાંથી અનેક લોકો પાસેથી કાર લઇને બીજી જગ્યાએ ગીરવે મૂકી હોવાનું સમગ્ર કૌભાડની તપાસ ગૃપ્ત રાહે એક એજન્સી કરી રહી છે.

પોલીસ સ્ટેશનમાં મનીષ પટેલ, હિતેષ પંચાલ અને ઉમંગ ચાવડા વિરૂદ્ધની ફરિયાદ

બોપલમાં રહેતા જય મયંકભાઇ પરમાર જૂનાગઢ ખાતે રેડીકલ ટ્રાન્સપોર્ટ લીમીટેડ નામથી ધંધો કરે છે. તેઓ હાલમાં ઘરેથી જ કામકાજ કરે છે. તેમના પિતાની કિયા કેરેન્સ અને ફૂઆની કિયા સોનેટ કાર તેમણે સેલ્ફ ડ્રાઇવ તરીકે કાર મનીષ મગનભાઇ પટેલના કહેવાથી હિતેષ પંચાલને એગ્રીમેન્ટ કરીને પાંચ દિવસ માટે કાર આપી હતી. સમયમર્યાદા પૂર્ણ થતાં હિતેષે ફોન કરીને જયભાઇને કહ્યુ કે, મારે હજુ કારની જરૂરીયાત છે તો હું પંદર દિવસ રાખુ છુ તમને તેનું ભાડુ આપી દઇશ. આ પછી મનીષનો બીજા મિત્ર ઉમંગ ચાવડાએ એક મહિના માટે ભાડેથી કાર લીધી હતી. આ બન્નેએ સમય મર્યાદા પૂર્ણ થઇ જતા કાર પરત ન આપતા જયે બન્નેને ફોન કરતા તેમનો ફોન બંધ આવતો હતો. આથી જયે મનીષને જાણ કરતા તેણે કહ્યુ કે, હું તમને બન્ને કાર પરત અપાવી દઇશ. પરંતુ કાર પરત મળી ન હતી. આ અંગે જયે સોલા પોલીસ સ્ટેશનમાં મનીષ પટેલ, હિતેષ પંચાલ અને ઉમંગ ચાવડા વિરૂદ્ધની ફરિયાદ નોંધાવી છે.

Back to top button