ગુજરાત: 7 વર્ષની બાળકીને 3 લાખ રૂપિયામાં વેચી દેતા ચકચાર


- હિંમતનગર અપહરણ કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે
- પિતાએ જ દીકરીને 3 લાખ રૂપિયામાં વેચી દિધી હતી
- પોલીસે એક મહિલા સહિત 3 આરોપીઓની ઘરપકડ કરી
હિંમતનગરમાં 7 વર્ષની બાળકીને 3 લાખ રૂપિયામાં વેચી દીધાની કોર્ટના આદેશ પછી ફરિયાદ નોંધાઈ હતી. એક પરિવાર પાસે વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી મારામારી પછી બે શખસે સહિત એક મહિલાએ બળજબરીપૂર્વક 7 વર્ષની બાળકીને ઉઠાવી રાજસ્થાનમાં રૂપિયા 3 લાખમાં વેચી દીધી હતી. આ મામલે પોલીસે એક મહિલા સહિત 3 આરોપીઓની ઘરપકડ કરી હતી. જેની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે, વ્યાજના ચક્કરમાં ફસાયેલા પિતાએ જ પોતાની દીકરીને વેચી દીધી હતી.
બાળકીને વેચવામાં પિતા સહિત કાકાનો પણ હાથ હતો
બાળકીના પિતાને દેવું થઈ જતા બાળકીને રાજસ્થાન વેચી નાખી હોવાનો ઘટસ્ફોટ થતા પોલીસે બાળકીના પિતા સહિત 6 આરોપી સામે ફરિયાદ નોંધી છે. પિતાએ પોલીસને ગેરમાર્ગે દોરી હતી કે, તેની દીકરીને વ્યાજખોરો ઉઠાવી ગયા હતા. પરંતુ પોલીસે તપાસ કરતા મામલો સામે આવ્યો કે તેના પિતાને દેવું થતા દીકરીને 3 લાખ રૂપિયામાં વેચી નાખી હતી. આ બાળકીને વેચવામાં પિતા સહિત કાકાનો પણ હાથ હતો.
બાળકીને રાજસ્થાનમાં અલવરમાં વેચવામાં આવી
આ સમગ્ર ઘટનામાં બાળકીને રાજસ્થાનમાં અલવરમાં વેચવામાં આવી હતી, 18 વર્ષ બાદ ઉમેદ નટ સાથે પરણાવવાનો કરાર પણ બાળકીના પિતાએ કર્યો હતો તો લગ્ન કરવાના ઇરાદે ઉમેદ નટે બાળકી ખરીદી હતી અને બાળકીને અલવરથી હિંમતનગર લાવવામાં આવી છે. હાલમાં 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને બે આરોપીઓ ફરાર છે, તેની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં BZ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડથી બચવા હવાતિયા