ભાજપના કાર્યકર્તાઓ-નેતાઓ વચ્ચે અંતર ઘટાડવા માટે શાહની નવી રણનીતિ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ તરફથી કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. જેમાં પણ શાહ-મોદીની જોડી ઉપરાઉપરી ગુજરાત પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે. આ માટે અમિત શાહ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયા છે અને તેમને આગામી 1 ઓક્ટબોરના ફરી ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે.
સંગઠનને મજબૂત કરવા માટે તમામ પ્રયાસ
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમિત શાહ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠનના લોકો સાથે બેઠકનું આયોજન કરશે. જેની સાથે જ હાલમાં પ્રદેશ અધ્યક્ષ અને સ્થાનિક નેતાઓ વચ્ચે કોઈ પણ વિવાદ ન થાય તેની પણ શીર્ષ નેતૃત્વ ધ્યાન રાખી રહ્યું છે. તેમજ શાહ કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચે અંતર ઘટાડવા માટે પણ સંગઠનને વધુ મજબૂત કરશે. પ્રાદેશિક નેતાઓની પાસેથી તમામ માહિતીઓ મેળવી સૌને સાથે રાખવાની દિશામાં કામ કરશે.
આ પણ વાંચો : નરેન્દ્ર મોદી ગુજરાતની જે પહેલી ટ્રેનને લિલી ઝંડી આપશે તે વંદે ભારત ટ્રેનની શું છે વિશેષતા?
મોદી-શાહનો સતત પ્રવાસ
બીજી તરફ વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેઓ સુરત, અમદાવાદ, ભાવનગર અને અંબાજી ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી સભા સંબોધશે અને મહત્વની જાહેરાતો પણ કરશે. આ ઉપરાંત બીજી બાજુ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ એક્શન મોડમાં આવ્યું છે અને વરિષ્ઠ નેતાઓ પણ ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે.
આ પણ વાંચો : દિવાળી પહેલાં ચૂંટણી થશે જાહેર, પાટીલે આપ્યા સંકેત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઓક્ટોબર મહિનામાં ફરી 18 ઓક્ટોબરના ગુજરાત આવી શકે છે. ત્યારે મોદી-શાહની જોડી ફરી એકવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સંપૂર્ણ રીતે સક્રિય થયું છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. કમલમ ખાતે યોજાયેલી આ બેઠક સવા કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમ ખાતે રોકાયા હતા.