ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: વિદ્યાર્થીઓને રૂ.70 હજારમાં પરીક્ષા પાસ કરાવીને વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું

  • હોટેલમાં એક્ઝામ માટેનું સેટઅપ ગોઠવી ડમી માણસો રાખતા
  • ત્રણેય આરોપીનો મળીને કૌભાંડ કરતા હતા
  • બાલવાસ ખાતે હોટેલમાં દરોડો પાડીને મુખ્ય સૂત્રધારને પકડ્યો

ગુજરાતમાં વિદ્યાર્થીઓને રૂ.70 હજારમાં પરીક્ષા પાસ કરાવીને વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં GREની પરીક્ષા 70 હજારમાં પાસ કરાવવાના કૌભાંડમાં ત્રણ આરોપીની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. એક હજારથી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરાવ્યાનું ખૂલ્યું છે. હોટેલમાં એક્ઝામ માટેનું સેટઅપ ગોઠવી ડમી માણસો રાખીને પરીક્ષા પાસ કરાવી આપતા હતા. જેમાં વિદ્યાર્થીઓને રૂ.70 હજારમાં પરીક્ષા પાસ કરાવીને વિદેશ મોકલ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરની 7 પ્રિલીમનરી ટીપી સ્કીમોને મંજૂરી, હવે વિસ્તારના ભાવ વધશે 

મૌલિકને શંકા થતા તેણે સાઇબર ક્રાઇમનો સંપર્ક કર્યો

અમેરિકા જવા માટે ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામિનેશનની પરીક્ષા પાસ કરવાના કૌભાંડમાં અમદાવાદ સાઇબર ક્રાઇમે સુરતમાં દરોડો પાડીને 3 શખ્સોને ઝડપી પાડયા છે. વોઇસ ઇમિગ્રેશન ઇન્ડિયા નામે ટોળકીએ 1,000થી વધુ વિદ્યાર્થીઓને રૂ. 70 હજારમાં પરીક્ષા પાસ કરાવીને વિદેશ મોકલ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બાપુનગરના મૌલિક મકવાણા નામના યુવકને અભ્યાસ માટે અમેરિકા જવું હોવાથી તેણે વોઇસ ઇમિગ્રેશન ઇન્ડિયા નામની વેબસાઇટ સર્ચ કરી હતી. આરોપીઓએ યુવકને જીઆરઇની પરીક્ષા પાસ કરવાનું કહીને સુરત બોલાવ્યો હતો. આથી મૌલિકને શંકા થતા તેણે સાઇબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં સરકારી નોકરીની ઇચ્છા ધરાવતા યુવાનો માટે ખુશ ખબર 

સુરતની બાલવાસ ખાતે હોટેલમાં દરોડો પાડીને મુખ્ય સૂત્રધારને પકડ્યો

સાઇબર ક્રાઇમની ટીમે મૌલિકને સાથે રાખીને સુરતની બાલવાસ ખાતે હોટેલમાં દરોડો પાડીને મુખ્ય સૂત્રધાર ચંદ્રશેખર ઉર્ફે રાહુલ, સાગર હિરાણી અને મહેશ્વરા બાલાનાગેન્દ્ર ચેરલાની ધરપકડ કરી છે. પૂછપરછમાં સામે આવ્યું કે, તેઓ વિદ્યાર્થીઓને TOEFL, IELTS, PTE, GRE જેવી ઓનલાઇન પરીક્ષામાં માર્કસ વધુ લાવવા બાબતે લેપટોપથી સુરતની હોટેલોમાં રૂમ ભાડે રાખીને સેટએપ ગોઠવી દેતા હતા. જ્યાં પરીક્ષાર્થીઓને બેસાડીને ફક્ત ટાઇપ કરવાની એક્ટિંગ કરવાનું સમજાવીને પરીક્ષા લેનાર નિરિક્ષકને પરીક્ષાર્થી સિવાય અન્ય કોઈ શખ્સની હાજરી ન દેખાય તે રીતે લેપટોપમાંથી પ્રશ્નોના ફોટો પાડીને ચંદ્રશેખર પાસે મોકલી દેતા હતા. જ્યાંથી જવાબો આવે એટલે બ્લૂટૂથથી કીબોર્ડ અને માઉસ ક્નેકટ કરીને મહેશ્વરા પરીક્ષા આપી દેતો હતો.

આ પણ વાંચો: રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર મામલે કોંગ્રેસમાં ડખા પડ્યા

ત્રણેય આરોપીનો આ રીતે કરતા કૌભાંડ

આરોપી મહેશ્વરા ચેરલા વિદ્યાર્થીઓની ફી પોતાના ગુગલ પે એકાઉન્ટમાં મેળવીને જુદી જુદી હોટેલમાં પરીક્ષા માટે વિદ્યાર્થીઓને બોલાવતો. પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના ફોટો પાડીને ચંદ્રશેખરને મોકલીને તે જવાબ બ્લુટૂથથી ટાઇપ કરીને પરીક્ષા આપી દેતો હતો, જેમાં તેને એક વિદ્યાર્થીએ 4 હજાર કમિશન મળતું હતું. સાગર હિરાણી મોટા વરાછામાં વોઇસ ઇમિગ્રેશન નામથી ઓફિસ ધરાવી TOEFLઅને GRLની પરીક્ષાનું રજિસ્ટ્રેશન કરાવી પરીક્ષા પાસ કરાવી આપવાનું કામ કરે છે અને એક વિદ્યાર્થી દીઠ 15 હજાર કમિશન લેતો હતો. ચંદ્રશેખ ઉર્ફે રાહુલ કરલપુડીએ વિદ્યાર્થીઓને હોટલમાં એકઝામ માટેનું સેટઅપ પૂરું પાડીને ડમી માણસો રાખીને પરીક્ષા પાસ કરાવી આપવાનું કામ કરે છે અને એક વિદ્યાર્થી દિઠ મહિને 35 હજાર કમિશન મેળવે છે.

Back to top button