ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: કન્સ્ટ્રકશન અને સિવિલ વર્કસના બિઝનેશમાં સંકળાયેલી કંપનીના રૂ.200 કરોડના ગોટાળા પકડાયા

  • દરોડાની કામગીરી હજુ પાંચ દિવસ સુધી ચાલુ રહેશે
  • ગ્રૂપના ચાર ડાયરેક્ટરોના રહેઠાણે પણ દરોડાની કામગીરી ચાલુ
  • એમ.એસ.ખુરાના એન્જિનિયરિંગ લિમિટેડ આરઓસીમાં લિસ્ટેડ કંપની છે

ગુજરાતની ખુરાના ગ્રૂપ ઓફ કંપનીમાંથી 200 કરોડના અંદાજિત હિસાબી ગોટાળા પકડાયા છે. જેમાં 20 સ્થળે તપાસ કરતા રોકડ રકમ, ઝવેરાત જપ્ત પાંચ લોકરો સીલ, ડિજિટલ ડેટા જપ્ત કરાયા છે. યુનિવર્સિટી રોડ નજીક જ્હાન્વી રેસ્ટોરન્ટની પાછળ એમએસકેની રજિર્સ્ટડ ઓફિસમાં તપાસ ચાલુ છે. તેમજ એમ.એસ.ખુરાના એન્જિનિયરીંગ લિમિટેડની અન્ય આઠ ગ્રુપ કંપનીઓ આવેલી છે.

આ પણ વાંચો: આગ્રામાં ફૂટવેરના ત્રણ વેપારીના ત્યાં આઇટી દરોડાના તાર ગુજરાત સુધી પહોંચ્યા

દરોડાની કામગીરી હજુ પાંચ દિવસ સુધી ચાલુ રહેશે

આવકવેરા વિભાગના 150 જેટલા અધિકારીઓએ અમદાવાદ અને વડોદારમાં એમ.એસ.કે ખુરાના ગ્રુપ ઓફ કંપનીની ઓફિસો,રહેઠાણો અને સહભાગીઓની ઓફિસોમાં દરોડા પાડીને અંદાજે 200 કરોડના હિસાબી ગોટાળા પકડી પાડયા છે. હાલ દસ્તાવેજોના આધારે તપાસ ચાલી રહી છે દરોડાની કામગીરી હજુ પાંચ દિવસ સુધી ચાલુ રહેશે. કન્સ્ટ્રકશન અને સિવિલ વર્કસના બિઝનેશમાં સંકળાયેલા ગ્રૂપના ચાર ડાયરેક્ટરોના રહેઠાણે પણ દરોડાની કામગીરી ચાલુ રખાઈ છે.

એમ.એસ.ખુરાના એન્જિનિયરિંગ લિમિટેડ આરઓસીમાં લિસ્ટેડ કંપની છે

એમ.એસ.ખુરાના એન્જિનિયરિંગ લિમિટેડની રજિસ્ટર્ડ ઓફિસ પાસપોર્ટ ઓફિસની સામે જ્હાન્વી રેસ્ટોરન્ટની પાછળના ભાગે એમ.એસ.કે હાઉનસમાં ઓફિસ આવેલી છે. અમદાવાદમાં નારણપુરા, આંબાવાડી, સિંધુભવન રોડ, ઇસનપુરમાં માર્કેટીગ ઓફિસ, યુનિવર્સિટી વિસ્તારમાં અને વડોદરામાં ઓલ્ડ પાદરા રોડ, અકોટા ખાતે આવેલી ગુજરાતની રિજિનલ ઓફિસમાં પણ તપાસ કરાઇ છે. મોટીમાત્રામાં વાધાજનક દસ્તાવેજો જપ્ત કરાયા છે, ડિજિટલ ડિવાઇઝ જપ્ત કરાયા છે જેને આઇટી એક્સ્પર્ટની મદદથી ઓપરેટ કરાશે. ખુરાના ગ્રુપ ઓફ કંપનીમાં ડાયરેક્ટરો વિક્રમ સુધીર ખુરાના, આશિષ ખુરાના, વિશાલ ખુરાના અનેક બિઝનેસ સાથે સંકળાયેલા છે. ખુરાના ઇન્ફ્રાસ્ટ્ર્ચર લિમિટેડ અને ટોલરોડ લિમિટેડ નામની કંપની પણ ચલાવી રહ્યા છે. એમ.એસ.ખુરાના એન્જિનિયરિંગ લિમિટેડ આરઓસીમાં લિસ્ટેડ કંપની છે જેના ચાર ડાયરેક્ટરો છે.

એમ.એસ.ખુરાના એન્જિનિયરીંગ લિમિટેડની અન્ય આઠ ગ્રુપ કંપનીઓ આવેલી છે

એમ.એસ.ખુરાના એન્જિનિયરીંગ લિમિટેડની અન્ય આઠ ગ્રુપ કંપનીઓ આવેલી છે જેમાં જુદા જુદા પ્રકારના બિઝનેશ ચાલી રહ્યા છે.જેમાં એમ.એસ. ખુરાના એન્જિનિયરીંગ લિમિટેડ, આશયાના ક્રિએશન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ,માધવ હેલ્થકેર એન્ડ રિયાલીટી પ્રાઇવેટ લિમિટેડ,વેસ્ટ ઇન્ડિયા ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ, સાબર રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ, ટીલ ટેલ પ્રોજેક્ટ, રાવ કન્સલટન્સી પ્રાઇવેટ લિમિટેડ (પાસપોર્ટ ઓફિસની બાજુના કોમ્પલેક્ષ)માં ઓફિસ આવેલી છે.

Back to top button