ગુજરાત: ડિસેમ્બરમાં દરેક કંપનીઓના વાહનોનું વેચાણ ઘટયું, જાણો કેટલો થયો ઘટાડો


- ગુજરાતમાં 12.77 ટકાનો ઘટાડો નોંધાયો છે
- કારમાં 1,566નો ઘટાડો નોંધાયો છે
- થ્રી-વ્હિલર 204 અને ટ્રેક્ટર 3,867 વધુ વેચાયા
ડિસેમ્બર-22ની સરખામણીએ ડિસેમ્બર-23માં વાહનોના વેચાણમાં 12.77 ટકાનો ઘટાડો થયો છે. જેમાં તહેવારોમાં સારું વેચાણ થયા બાદ ડિસેમ્બરમાં દરેક કંપનીનું વેચાણ ઘટયું છે. ટુ વ્હીલરમાં વર્ષના અંતે કંપનીઓએ કોઈ સ્કીમ નહીં મૂકતા 19.87 ટકાનો ઘટાડો થયો છે. તેમજ હોન્ડા પાસે સ્ટોક જ નથી.
આ પણ વાંચો: અમદાવાદમાં PM મોદી કરશે રોડ-શો, UAEના રાષ્ટ્રપતિ પણ સાથે હશે
ગુજરાતમાં 12.77 ટકાનો ઘટાડો નોંધાયો છે
ઓટોમોબાઈલ ઉદ્યોગોને તહેવારોમાં સારું વેચાણ થયું હોવા છતાં પણ ડિસેમ્બર માસના અંતે ગત વર્ષની સરખામણી કરતા માઈનસ 12.77 ટકાનો ઘટાડો નોંધાયો છે. રાષ્ટ્રીયકક્ષાએ વાહનોના વેચાણમાં 21.14 ટકાનો વધારો થયો છે. જ્યારે ગુજરાતમાં 12.77 ટકાનો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં ડિસેમ્બર-22ની સરખામણીએ ડિસેમ્બર-23માં 21,284 ટુ-વ્હિલર ઓછા વેચાયા છે. કોમર્શિયલ વ્હિકલ 469 ઓછા વેચાયા છે. કારમાં 1,566નો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો, જાણો કયુ શહેર ઠુંઠવાયુ
એકમાત્ર થ્રી-વ્હિલર 204 અને ટ્રેક્ટર 3,867 વધુ વેચાયા
એકમાત્ર થ્રી-વ્હિલર 204 અને ટ્રેક્ટર 3,867 વધુ વેચાયા છે. ડિસેમ્બર-22 કરતા ડિસેમ્બર-23માં 19,248 ઓછા વાહનો વેચાયા છે. તેની પાછળનું કારણ જણાવતા નિષ્ણાંતે કહ્યું કે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં વાહનોનું જોરદાર વેચાણ થયું હતું તેના કારણે કરેક્શન આવવાનું હતું. ટુ-વ્હિલરમાં વર્ષના અંતે કંપનીઓ સ્કીમ રજૂ કરે છે પરંતુ આ વર્ષે આવી કોઈ સ્કીમ નહીં આવતા ટુ-વ્હિલરમાં વેચાણ ઘટયું છે. હોન્ડા પાસે સ્ટોક જ નથી. ડિસેમ્બરમાં આમ પણ વેચાણ ઘટે જ છે.