ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: રનરઅપ ઉમેદવારો ધારાસભા દીઠ 5 ટકા ઇવીએમ-વીવીપેટની ચકાસણી કરાવી શકશે

  • વિધાનસભાદીઠ 200 જેટલા ઇવીએમ-વીવીપેટ ઉપયોગમાં લેવાતા હોય છે
  • ચૂંટણીપંચે યુનિટ દીઠ નક્કી કરેલો રૂ.40 હજારનો ચાર્જ જમા કરવો પડશે
  • ઈવીએમના ઉત્પાદકોના એન્જિનિયરોની ટીમ દ્વારા આ 5 ટકા વધારાનું ચેકિંગ થશે

ગુજરાતમાં રનરઅપ ઉમેદવારો ધારાસભા દીઠ 5 ટકા ઇવીએમ-વીવીપેટની ચકાસણી કરાવી શકશે. તેમજ સુપ્રીમના આદેશને પગલે ચૂંટણી પંચ દ્વારા અમલમાં નવો નિયમ મુકાયેલો છે. ચેકિંગ માટે તે ચૂંટણીપંચે યુનિટ દીઠ નક્કી કરેલો રૂ.40 હજારનો ચાર્જ જમા કરવો પડશે. તથા ઈવીએમના ઉત્પાદકોના એન્જિનિયરોની ટીમ દ્વારા આ 5 ટકા વધારાનું ચેકિંગ થશે.

આ પણ વાંચો: અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાશે અમદાવાદ પૂર્વ બેઠકની મતગણતરી

ચૂંટણીપંચે યુનિટ દીઠ નક્કી કરેલો રૂ.40 હજારનો ચાર્જ જમા કરવો પડશે

સુપ્રીમ કોર્ટે રિટ પિટિશન નંબર-સિવિલ-184/2024માં તા.26-4-24ના રોજ આપેલા ચુકાદા પ્રમાણે ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં બીજા અને ત્રીજા ક્રમે મત મેળવેલા ઉમેદવારો તેમના લોકસભા મતક્ષેત્રમાં આવતા પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ ઈવીએમના 5 ટકા જેટલા ઇવીએમ, વીવીપેટ તથા કંટ્રોલ યુનિટની બ્રન્ટ મેમરી/માઇક્રો કન્ટ્રોલરનું ટેક્નિકલ ચેકિંગ કરાવી શકશે. આ ચેકિંગના કારણે મતદાનના દિવસ અને મતગણતરીના દિવસ વચ્ચેના સમયગાળામાં ઇવીએમ કે વીવીપેટમાં કોઈ છેડછાડ થઈ હશે તો ખબર પડી જશે. આ ટેક્નિકલ ચેકિંગ હાથ ધરવા માટે ઉમેદવારે પરિણામ પછીના 7 દિવસમાં જિલ્લા ચૂંટણી અધિકારીને નિયત ફોર્મેટમાં અરજી કરવી પડશે અને આ અરજી સાથે તે ચૂંટણીપંચે યુનિટ દીઠ નક્કી કરેલો રૂ.40 હજારનો ચાર્જ જમા કરવો પડશે.

વિધાનસભાદીઠ 200 જેટલા ઇવીએમ-વીવીપેટ ઉપયોગમાં લેવાતા હોય છે

ઉલ્લેખનીય છે કે વિધાનસભાદીઠ 200 જેટલા ઇવીએમ-વીવીપેટ ઉપયોગમાં લેવાતા હોય છે, તેના 5 ટકા યુનિટ એટલે કે 10 યુનિટનું ઉમેદવાર ચેકિંગ કરાવી શકશે, એટલે ઉમેદવારે રૂ.4 લાખ વત્તા 18 ટકા જીએસટીની રકમ જમા કરવી પડશે. જો ઉમેદવાર તેના લોકસભાક્ષેત્રમાં આવતા સાતેય વિધાનસભા ક્ષેત્રના 5 ટકા યુનિટનું ચેકિંગ કરવા ઇચ્છશે તો તેણે કુલ 28 લાખ વત્તા 18 ટકા જીએસટી રકમ જમા કરાવવી પડશે. અત્યારે ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાક્ષેત્ર દીઠ 5 ટકા વીવીપેટ સ્લિપનું ચેકિંગ થાય છે, જ્યારે ઉપરોક્ત 5 ટકા યુનિટનું ટેક્નિકલ ચેકિંગ, 5 ટકા વીવીપેટ સ્લિપના ચેકિંગ ઉપરાંતનું થશે.

ઈવીએમના ઉત્પાદકોના એન્જિનિયરોની ટીમ દ્વારા આ 5 ટકા વધારાનું ચેકિંગ થશે

ઈવીએમના ઉત્પાદકોના એન્જિનિયરોની ટીમ દ્વારા આ 5 ટકા વધારાનું ચેકિંગ થશે.જો આ ચેકિંગ દરમિયાન કોઈ ખામી ધ્યાનમાં આવશે તો ઉમેદવારને તેણે ભરેલો ચાર્જ મજરે મળશે. જો બીજા અને ત્રીજા ક્રમના ઉમેદવારો ચેકિંગ કરવા માટે અરજી કરે તો બંનેને અઢી-અઢી ટકા યુનિટ ચેકિંગ કરવા મળશે. ચેકિંગ માટેની અરજી મળ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારી 45 દિવસ સુધી રાહ જોશે અને આ સમયગાળામાં કોઈ અદાલતમાં પિટિશન ના થાય તો ચકાસણીની પ્રક્રિયા શરૂ થશે. જો ઇલેક્શન પિટિશન કોર્ટમાં થયેલી હશે તો કોર્ટની અનુમતી મેળવીને ચેકિંગ થશે.

Back to top button