ગુજરાત

રાજ્યના સૌથી ધનિક મંત્રી પોતાનો પગાર ભથ્થા કે અન્ય કોઈ પણ નાણાંકીય લાભ નહીં લે !

Text To Speech

રાજ્યની વિધાનસભાની ચૂંટણી સમયથી સૌથી ધનિક ધારાસભ્યોની ચર્ચા થઈ રહી હતી. જેમાં પણ ભાજપના પાંચ ધારાસભ્ચો એવા છે જેમની સંપત્તિ લાખોમાં નહીં પણ અબજોમાં છે, જેએસ પટેલ, બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત, અજીતસિંહ પુરુષોત્તમ ઠાકોર, રઘુભાઈ મોરારજીભાઈ દેસાઈ અને ધર્મેન્દ્રસિંહ રણુભા વાઘેલાનો તેમાં સમાવેશ થાય છે.

આ નેતાઓ પૈકી વિધાનસભાના નેતા તરીકે આજે ગુજરાત સરકારના સૌથી ધનિક ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે મુખ્યમંત્રીને મળીને જાહેરાત કરી છે કે તેઓ સરકાર તરફથી મળી રહેલા પગાર ભથ્થા કે અન્ય કોઈપણ નાણાંકીય લાભ નહીં લેવાની વાત કરી છે.

Balvantsinh Rajput Gujarat minister Hum Dekhenge News

રાજ્યના ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજે મુખ્યમંત્રીને મળીને જાહેરાત કરી છે કે તેઓ સરકાર તરફથી મળી રહેલા પગાર ભથ્થા કે અન્ય કોઈપણ નાણાકીય લાભ નહીં લે. સંદર્ભમાં બલવંતસિંહે મુખ્યમંત્રીને લેખિતમાં એક પત્ર પણ આપ્યો છે.પ્રથમ વખત જ કેબિનેટ મંત્રી બનેલા રાજપૂતે આ અગાઉ પણ જીઆઇડીસી ના ચેરમેન હતા એ સમય દરમિયાન સરકારના કોઈ જ લાભ લીધા ન હતા.

આ પગાર ભથ્થા ઉપરાંત સરકારી પેટ્રોલ પણ લીધું ન હતું આ ઉદ્યોગ મંત્રીના આ નિર્ણયને સામાન્ય લોકો પણ વધાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે કે બળવંતસિંહની માફક અન્ય મંત્રીઓ અને ધારાસભ્યોએ તેમજ સાંસદોએ પણ સરકારી પગાર ભથ્થા લેવા જોઈએ નહીં કારણ કે મંત્રીઓ અને ધારાસભ્યોને જે પગાર ભથ્થા મળે છે તે લોકોના ઘરમાંથી સરકારની થતી આવક નો હિસ્સો હોય છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ક્યાં ધારાસભ્યએ પોતાને મળતો પગાર અને ભથ્થા સહિતના લાભોનો કર્યો ત્યાગ ?

તેમજ આ અગાઉ ભાજપના જ ધારાસભ્ય પબુભા માણેકે પોતાના પગાર સહિતના ભથ્થાઓને જ્યારે ત્યાગ કરવાની જાહેરાત કરી ત્યારે રાજ્યભરમાં રાજકારણમાં એક અચંભા ભર્યો માહોલ સર્જાયો હતો જો કે તેમના આ નિર્ણયની સૌ કોઈએ વાહવાહી કરી હતી.

Back to top button