ગુજરાત

ગુજરાત: નવા GST નંબર માટે બાયોમેટ્રિક સિસ્ટમથી નોંધણી કરવાનું સેન્ટર શરૂ થશે

  • અરજદારે જાતે જ સેન્ટર પર આવવાનું રહેશે
  • સ્થળ પર જઇને અધિકારી સ્થળ તપાસ કરશે
  • સુરતમાં બાયોમેટ્રિક સિસ્ટમથી નોંધણી કરવાનું સેન્ટર શરૂ થશે

ગુજરાતમાં નવા GST નંબર માટે બાયોમેટ્રિક સિસ્ટમથી નોંધણી કરવાનું સેન્ટર શરૂ થશે. તેમાં નવા જીએસટી નંબર લેવા માટે હવે પાસપોર્ટ જેવી સિસ્ટમ લાગુ થશે. તેમજ આગામી બે માસમાં સ્પેશિયલ સેન્ટર શરૂ કરવા માટે સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીએ કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાત: શિક્ષકનું અકસ્માતમાં મોત થતા HCએ વીમા કંપનીને રૂ.90 લાખ વળતર ચૂકવવા આદેશ

સુરતમાં બાયોમેટ્રિક સિસ્ટમથી નોંધણી કરવાનું સેન્ટર શરૂ થશે

રાજ્યમાં સૌથી પહેલા સુરતમાં બાયોમેટ્રિક સિસ્ટમથી નોંધણી કરવાનું સેન્ટર શરૂ થશે. તથા પુરાવા રજૂ થયા બાદ અધિકારી સ્થળ તપાસ કરશે. નવા જીએસટી નંબર લેવા માટે અરજી કરવામાં આવ્યા બાદ હવે પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ કઢાવવા માટેની જે પ્રક્રિયામાંથી અરજદારે પસાર થવું પડે છે. તેવી જ સિસ્ટમ જીએસટીમાં લાગુ કરવામાં આવનાર છે. આ માટેની સુવિધા આગામી એકાદ બે મહિનામાં શરૂ થવાની શક્યતા રહેલી છે.

આ પણ વાંચો: અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કૌભાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો 

અરજદારે જાતે જ સેન્ટર પર આવવાનું રહેશે

જીએસટી નંબર લેવા માટે અરજી કરવામાં આવ્યા બાદ અરજદાર દ્વારા રજૂ કરવામાં આવતા પુરાવાની ચકાસણી કરવા માટે અધિકારી સ્થળ તપાસ કરતા હોય છે, પરંતુ તેમાં પણ કેટલીક વખત ગેરરીતિ થવાની શક્યતા રહેલી હોય છે. આ જ કારણોસર નવો જીએસટી નંબર આપવા માટે અરજદારની ફિંગર પ્રિન્ટ લેવાની સાથે તમામ પુરાવાની ચકાસણી કરવા માટે એક સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. આ સેન્ટરમાં સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટીમાં નંબર લેવા માટે અરજી કરનારના પુરાવાની ચકાસણી કરવામાં આવ્યા બાદ જ નવો નંબર આપવામાં આવશે. તેના કારણે અરજદારે જાતે જ સેન્ટર પર આવવાનું રહેશે.

આ પણ વાંચો: અમદાવાદ: ચોરીના 63થી વધુ ગુના ઉકેલાશે, રીઢો ચોર ઝડપાયો 

સ્થળ પર જઇને અધિકારી સ્થળ તપાસ કરશે

નવો નંબર લેવા માટે શરૂ થનારા સેન્ટરમાં અરજદાર દ્વારા પુરાવા રજૂ કરવામાં આવ્યા બાદ તે સ્થળ પર જઇને અધિકારી સ્થળ તપાસ કરશે. આ ઉપરાંત ત્યાંના ફોટા અને વીડિયો પણ લઇને પોર્ટલ પર અપલોડ કરાશે. જેથી બે રીતથી તેનું વેરિફિકેશન કરવામાં આવનાર છે. સાથે સાથે આસપાસના લોકોને પૂછીને તે જગ્યા કોના નામે છે અને પહેલા તે જગ્યા પર કયો વેપાર ચાલતો હતો તેવી પણ વિગતો એકત્ર કરવામાં આવનાર હોવાની વિગતો જાણવા મળી છે.

Back to top button