અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ આપ્યું રાજીનામું, પાર્ટીના નેતાઓ પર કર્યા ગંભીર આક્ષેપ

  • ગુજરાત લોકસભાની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો
  • ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ આપ્યું રાજીનામું
  • પાર્ટીના નેતાઓ દ્વારા સતત ભેમાભાઈની અવગણના થતી હોવાના આક્ષેપ

દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ ચૂંટણી માટે વિપક્ષ ગઠબંધન INDIA એક થઈ ગયું છે. જેમાં આમ આદમી પાર્ટીએ પણ હાથ મિલાવ્યા છે. જો કે આ વચ્ચે આમ આદમી પાર્ટીને એક ઝટકો મળ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ આપ્યું રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળેલ છે.

ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ આપ્યું રાજીનામું
પ્રાપ્ત વિગતો અનુસાર,આ ચૂંટણી એ NDA VS INDIA બની રહેવાની છે, તો બીજી તરફ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો મળ્યો છે. જ્યાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ રાજીનામુ આપ્યું છે.આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ રાજીનામું આપી દેતા રાજ્યના રાજકારણમાં મોટો ભૂંકપ સર્જાયો છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગે તેવી પણ અટકળો સામે આવી રહી છે.

પાર્ટીના નેતાઓ દ્વારા સતત ભેમાભાઈની અવગણના થતી હોવાના આક્ષેપ
ભેમાભાઈએ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સતત ભેમાભાઈની અવગણના થતી હોવાના આક્ષેપ કર્યા છે. તેમજ ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે શરૂ થયેલી પાર્ટી હવે મુદ્દાઓથી વિમુખ થતી હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું. ગુજરાતમાં 2012થી અત્યારસુધી પાર્ટીનું ઉભી કરવામાં ભેમાભાઈનો સિંહફાળો રહી ચુક્યો છે.ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલાજ ભેમાભાઈના રાજીનામાંથી પાર્ટીને નુકસાનની ભિતી સેવાઈ રહી છે.

કોંગ્રેસ અને AAP પર સવાલો ઉઠી રહ્યા છે
કોંગ્રેસ અને AAP 26 પક્ષોના ગઠબંધન ‘INDIA’માં સામેલ છે. પટના અને બેંગલુરુમાં યોજાયેલી બેઠકોમાં બંને પક્ષો એક મંચ પર આવી ચૂંક્યા છે. જોકે મુંબઈમાં યોજાનારી ત્રીજી બેઠક પહેલા બંને પક્ષો વચ્ચે ટક્કર પણ જોવા મળી રહી છે. દિલ્હી, પંજાબ, ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં બંને પક્ષોના નેતાઓ એકબીજા વિરુદ્ધ ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે. આ સ્થિતિમાં કોંગ્રેસ અને AAPની મિત્રતાના ભવિષ્ય પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા પ્રભારી; મુકુલ વાસનિકને અપાઇ જવાબદારી

Back to top button