ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: ચાલતી ટ્રેનમાં દરવાજા પાસે બેસતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો

Text To Speech
  • પુત્રની હાલત ગંભીર છે તથા માતાનું ઘટનાસ્થળે મોત થયુ
  • ટ્રેનના દરવાજા ઉપર બેઠેલા માતા પુત્ર ઉંઘમાં નીચે પટકાયા
  • રેલવે ટ્રેક ઉપરથી માતા અને પુત્ર લોહીલુહાણ હાલતમાં મળ્યા

ટ્રેનમાં દરવાજા નજીક બેસતાં લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઉંઘ આવી જતા માતા-પુત્ર ચાલુ ટ્રેનમાંથી નીચે પડ્યા હતા. તેમાં પુત્રની હાલત ગંભીર છે તથા માતાનું ઘટનાસ્થળે મોત થયુ છે. જેમાં સુરતથી પરિવાર વલસાડ જતો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: ભાજપ-વિપક્ષના 23 કોર્પોરેટરોએ લાખો રૂપિયાના બજેટનો પ્રજાના કામો માટે ઉપયોગ કર્યો નથી

ટ્રેનના દરવાજા ઉપર બેઠેલા માતા પુત્ર ઉંઘમાં નીચે પટકાયા

લોકો ટ્રેનમાં બેસવાની જગ્યા ન મળતાં દરવાજા પર બેસવાની મજબૂરી આવે છે. ટ્રેનમાં દરવાજા પાસે બેસતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટ્રેનના દરવાજા ઉપર બેઠેલા માતા પુત્ર ઉંઘમાં નીચે પટકાતા માતાનું મોત થયું છે. સુરતથી વલસાડ જવા ગુજરાત ક્વીન ટ્રેનમાં બેઠેલા માતા પુત્ર નવસારી નજીક નીચે પટકાયા હતા. જે પછી પુત્રની હાલત ગંભીર છે. તેમજ માતાનું ઘટનાસ્થળે મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

આ પણ વાંચો: ગુજરાતના લગ્ન વાંચ્છુક યુવકો સાવધાન, લૂંટેરી દુલ્હન સાથે દલાલોની ગેંગ સક્રિય 

રેલવે ટ્રેક ઉપરથી માતા અને પુત્ર લોહીલુહાણ હાલતમાં મળ્યા

ઘાયલ પુત્રને સુરત સિવીલ સારવાર માટે ખસેડાયો છે. ટ્રેનમાં વલસાડ ખાતે ફરજ બજાવતા કર્મચારી વતન બિહારથી પરત આવી સુરતથી વલસાડ પહોંચવા બેઠા હતા. ગુજરાત ક્વીન ટ્રેનમાં ભીડ હોવાના કારણે પરિવાર દરવાજા ઉપર બેઠો હતો. રેલવે કર્મચારી પરિવાર સાથે વતન બિહાર ગયા હતા. સામ સામેના દરવાજા ઉપર માતા પુત્ર અને બીજા દરવાજા ઉપર પિતા પુત્રી બેઠા હતા. આ પછી જ્યારે ટ્રેન સુરતથી ઉપડી બીલીમોરા પહોંચતા માતા પુત્ર ગાયબ જણાયા હતા. જે પછી પિતા પુત્રીએ ભાઈ અને માતાની શોધ ખોળ હાથ ધરી હતી. નવસારી નજીકના વેડછા અને અંચેલી વચ્ચે રેલવે ટ્રેક ઉપરથી માતા અને પુત્ર લોહીલુહાણ હાલતમાં મળ્યા હતા.

Back to top button