- 1 જુલાઈ સુધીમાં જ ઉ.ગુ.માં 27.65 ટકા વરસાદ થઈ ગયો
- આ વર્ષે બિપોરજોય વાવાઝોડાને કારણે વરસાદનો ફાયદો મળ્યો
- અમીરગઢ અને થરાદમાં મોસમનો 50 ટકા કરતાં વધુ વરસાદ વરસ્યો
ગુજરાતમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડ સુધીમાં જ ઉ.ગુ.માં સરેરાશ 20%થી વધુ વરસાદ પડ્યો છે. જુલાઈ માસના પ્રારંભ સુધીમાં છેલ્લા 10 વર્ષનો સૌથી વધુ 27.65 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 40.19 ટકા અને સૌથી ઓછો અરવલ્લીમાં 15.72 ટકા વરસાદ નોંધાયો છે. તથા ઉ.ગુ.માં ગત વર્ષે 1 જુલાઈએ 4.20 ટકા વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, કેટલાક વિસ્તારો થશે મેઘમહેર
1 જુલાઈ સુધીમાં જ ઉ.ગુ.માં 27.65 ટકા વરસાદ થઈ ગયો છે
ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ અઠવાડિયા દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવો તો ક્યાંક ભારે વરસાદ થયો છે. જેના પગલે 1 જુલાઈ સુધીમાં જ ઉ.ગુ.માં 27.65 ટકા વરસાદ થઈ ગયો છે. જે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ છે.
આ પણ વાંચો: ગુજરાત રાજ્યમાં બે શહેરોમાં હિટ એન્ડ રનથી 5 લોકોના મોત થયા
આ વર્ષે બિપોરજોય વાવાઝોડાને કારણે વરસાદનો ફાયદો મળ્યો
ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ઉ.ગુ.ના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સરેરાશ 4.20 ટકા વરસાદ થયો હતો. તેમ છતાંય પાછોતરા વરસાદને કારણે 122 ટકા વરસાદ થયો હતો. જ્યારે આ વર્ષે બિપોરજોય વાવાઝોડાને કારણે વરસાદનો ફાયદો મળ્યો છે. પરિણામે દર વર્ષે જુલાઈ માસના પ્રારંભ સુધીમાં નામ પુરતો જ વરસાદ થતો હતો તેની જગ્યાએ 27 ટકા વરસાદ ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ પડી ગયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 3 મહિનામાં નવજાત શિશુના મોતનો આંકડો જાણી રહેશો દંગ
અમીરગઢ અને થરાદમાં મોસમનો 50 ટકા કરતાં વધુ વરસાદ વરસ્યો
જે છેલ્લા 10 વર્ષમાં જુલાઈની શરૂઆતમાં સૌથી વધુ વરસાદ છે. આગામી દિવસોમાં આ જ રીતે વરસાદ થશે તો 2022 બાદ સતત બીજા વર્ષે 100 ટકા વરસાદ થઈ શકે છે. ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતના 47 તાલુકાઓ પૈકી ચાર તાલુકા ધાનેરા, સાંતલપુર, અમીરગઢ અને થરાદમાં મોસમનો 50 ટકા કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 20 તાલુકાઓમાં 30 ટકા કરતાં વધુ વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના 14 પૈકી 11 તાલુકાઓમાં 30 ટકા વરસાદ થયો છે. પાટણના 9 પૈકી સાત તાલુકાઓમાં પણ 30 ટકા કરતાં વધુ વરસાદ થયો છે. જ્યારે મહેસાણા જિલ્લાના 10માંથી માત્ર એક જ બેચરાજી તાલુકામાં 30 ટકા કરતાં વધુ વરસાદ થયો છે.