ગાંધીનગર, 23 જુલાઈ 2024, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં 10 ઇંચ અને વિસાવદર તાલુકામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના પલસાણા અને બારડોલી તાલુકામાં 7 ઇંચ, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં 7 ઇંચ, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે.રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 44 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ 66 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં કુલ 58 ટકા, દક્ષિણ ગુજરાતમાં 50 ટકા, ઉત્તર ગુજરાતમાં 24 ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ 24 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
કયા ઝોનના ડેમમાં કેટલું પાણી છે
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 55 ટકા નોંધાયો છે. સરદાર સરોવરમાં હાલમાં 55 ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ 206 જળાશયોમાં 39.93 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 46.40 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 42.55 ટકા,મધ્ય ગુજરાતના 17મા 35.10, કચ્છના 20માં 32.36 તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.50 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
કેટલા ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે આઠ જળાશયોમાં 15 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જેમાં દમણગંગામાં 51776 ક્યુસેક, ઉકાઈમાં 31206 ક્યુસેક, રાણા ખીરસરામાં 23656 ક્યુસેક, વેણુ-2માં 18906 ક્યુસેક, ઉમિયાસાગરમાં 18468 ક્યુસેક, ઓઝત-વિઅર(વંથલી)માં 16024 ક્યુસેક, ઓઝત-વિઅરમાં 15256 ક્યુસેક તથા સરદાર સરોવરમાં 13419 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના 29 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત 19 ડેમ 50 થી 70 ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે 50 ડેમ 25થી 50 ટકા ભરાયા છે.
આ પણ વાંચોઃરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 11.5 ઈંચ