ગુજરાત: રાજ્યના RTOમાં કામકાજ માટે જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો
- 37 આરટીઓ-એઆરટીઓ કચેરીમાં વાહનના લાઇસન્સની કામગીરી બંધ
- અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં RTO સર્વર ડાઉન થયુ
- સપ્તાહમાં ગમે ત્યારે ડ્રાઇવીંગ ટેસ્ટ આપી શકશે
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં RTO સર્વર ડાઉન થયુ છે. જેમાં રાજ્યના RTOમાં સર્વર ડાઉન થતાં 50 હજાર અરજદારને લાઇસન્સ માટે ધક્કો પડ્યો છે. ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ રહેતા લોકા કલાકો રાહ જોઇ પરત ચાલ્યા ગયા હતા. બુધવાર સાંજથી સર્વર ખોટકાયેલું, ગુરુવાર સાંજ સુધી ધાંધિયા યથાવત્ રહ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત: નાણામંત્રી કનુ દેસાઈ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરે તેવી સંભાવના
37 આરટીઓ-એઆરટીઓ કચેરીમાં વાહનના લાઇસન્સની કામગીરી બંધ
લાઇસન્સની કામગીરી બંધ રહેતા 50 હજાર લોકોને પરેશાની થઇ છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સર્વર ડાઉન થતાં બપોર 3 વાગ્યા સુધી 37 આરટીઓ-એઆરટીઓ કચેરીમાં વાહનના લાઇસન્સની કામગીરી બંધ રહેતા 50 હજાર લોકોને પરેશાની ભોગવી પડી હતી. બુધવાર સાંજથી જ સર્વર ખોટકાતું હતું. આ પછી ગુરુવાર સાંજથી જ ધાંધિયા શરુ થઇ ગયા હતાં. વાહનના ડ્રાઇવીંગ ટેસ્ટ બંધ રહેતા લોકો કલાકો રાહ જોઇ પરત ચાલ્યા ગયા હતાં. બપોર પછી જૂના-નવા વાહનના ડોક્યુમેન્ટ અપલોડ નહીં થતાં વાહન ડિલરો અને માલિકોએ નારાજગી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં GSTની ચાલુ વર્ષની આવક જાણી રહેશો દંગ
સપ્તાહમાં ગમે ત્યારે ડ્રાઇવીંગ ટેસ્ટ આપી શકશે
રાજ્યની 37 આરટીઓ અને એઆરટીઓ કચેરીમાં વાહનના પાકાં લાઇસન્સ માટે ડ્રાઇવીંગ ટેસ્ટ આપવા આરટીઓમાં આવેલા અરજદારોને કલાકો રાહ જોઇને પરત જવું પડયું હતું. અરજદારોને ફરી એપોઇન્ટમેન્ટ લેવાની જરુર નહીં. આજના દિવસનો લેટર લઇને આવશે તો તેઓ સપ્તાહમાં ગમે ત્યારે ડ્રાઇવીંગ ટેસ્ટ આપી શકશે. આ સિવાય પાકાં લાઇસન્સના રીન્યુ, ડુપ્લીકેટ, એડ્રેસ ચેન્જ અને એન્ડોસની કામગીરી પણ બંધ થઇ ગઇ હતી. ઓનલાઇન કામગીરી થઇ શકી નહતી. વાહનવ્યવહાર કમિશનર કચેરીના અધિકારીએ કહ્યું કે, ટેકનીકલ કારણસર સર્વર ઠપ થઇ ગયું હતું. બપોર પછી કામગીરી શરૂ થઇ હતી.