- અમદાવાદમાં ત્રણ હજારથી વધુ લોકોને આરટીઓનો ધક્કો પડયો
- સર્વર ઠપ રહેતા લાઇસન્સ અને વાહનની કામગીરી બંધ રહી
- રિપેરીંગ થતાં કેટલો સમય લાગશે તેની જાણકારી નથી
ગુજરાતમાં RTOમાં કામ માટે જતા હોય તો આ સમાચાર ખાસ વાંચો. જેમાં રાજ્યભરમાં આરટીઓનું સર્વર ઠપ થતા લાઇસન્સ સહિતની કામગીરી બંધ છે. અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં વારંવાર સર્વરની સમસ્યા છે. શહેરના ત્રણેય RTOમાં 3000થી વધુ અરજદારોને ધક્કો પડયો છે. ગાંધીનગરના ઉચ્ચઅધિકારીઓએ જાણવ્યું સર્વરની સમસ્યા દિલ્હીથી છે.
આ પણ વાંચો: હિંડનબર્ગના નુકસાનને રિકવર કરવા અદાણીની મોટી યોજનાની જાહેરાત
સર્વર ઠપ રહેતા લાઇસન્સ અને વાહનની કામગીરી બંધ રહી
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સપ્તાહના પ્રથમ દિવસે સારથી અને વાહન સર્વર ઠપ રહેતા લાઇસન્સ અને વાહનની કામગીરી બંધ રહી હતી. જેના લીધે સમગ્ર રાજ્યમાં અંદાજે પાંચ હજારથી વધુ અરજદારોને ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર પરત જવું પડયું હતું. જ્યારે અમદાવાદની ત્રણેય આરટીઓમા ત્રણ હજારથી વધુ લોકોને આરટીઓનો ધક્કો પડયો હતો. સર્વર કયારે ચાલુ થશે તેની અધિકારીઓને કોઇ જાણકારી નથી. અમદાવાદમાં તો છેલ્લા સપ્તાહમાં સર્વરની વારંવાર સમસ્યા સર્જાઇ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વાહનનું કાચું લાઇસન્સ લેનાર 50 ટકાથી વધુ મહિલાઓ ડ્રાઇવિંગ ટેસ્ટ નથી આપતી
અરજદારો ઓનલાઇન કામગીરી પણ કરી શક્યા ન હતા
સોમવારે સવારે 10.30 વાગ્યા પછી સર્વરની સમસ્યા શરુ થતાં મોડી સાંજ સુધી ઠપ રહી હતી. જેના લીધે અરજદારો ઓનલાઇન કામગીરી પણ કરી શક્યા ન હતાં. આ ઉપરાંત પાકાં લાઇસન્સના ડ્રાઇવીંગ ટેસ્ટ બંધ રહેતા કામધંધો છોડીને આવેલા લોકોને ધરમધક્કો પડયો હતો. આરટીઓમાં પણ લાઇસન્સ અને વાહન સબંધીત ઓનલાઇન કામગીરી થઇ શકી નહતી. ઘણી આરટીઓમાં તો સર્વર શરુ થવાની આશાએ લોકો એકથી બે કલાક બેસી રહ્યા હતાં. પરંતુ સર્વર શરુ નહીં થતાં લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટ એટેકથી આકસ્મિક મોતનો એક વર્ષનો આંકડો જાણી રહેશો દંગ
રિપેરીંગ થતાં કેટલો સમય લાગશે તેની જાણકારી આપી શક્યા નથી
ગાંધીનગરના ઉચ્ચઅધિકારીઓનો સંપર્ક સાંધતા જાણવા મળ્યુ હતું કે, સર્વરની સમસ્યા દિલ્હીથી છે. સર્વર રિપેરીંગની કામગીરી ચાલુ છે. રિપેરીંગ થતાં કેટલો સમય લાગશે તેની જાણકારી આપી શક્યા નહતાં. બીજીતરફ અરજદારોએ રોષ વ્યક્ત કર્યો હતોકે, છાશવારે સર્વરની સમસ્યા સર્જાય છે. જેના લીધે પાકું લાઇસન્સ એક્ષ્પાયર થતું હોય તેવા લોકોને નવા લાઇસન્સનો રુપિયા 1700 સુધીનો ખર્ચ ભોગવવો પડે છે. આવા લોકોને સર્વરની સમસ્યા હોય ત્યારે સરકારે એક્ષ્પાયર થતાં લાઇસન્સની સમય મર્યાદામાં રાહત આપવી જોઇએ. છેલ્લા સપ્તાહથી વાહનના સર્વરની સમસ્યાના લીધે મોટાભાગની કામગીરી થઇ શકી નથી.