- વર્ષ 2022ની સરખામણીએ માર્કેટ કેપમાં રૂ. 81.90 લાખ કરોડનો વધારો
- રોકાણકારોની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુમાં રૂ. 12.28 લાખ કરોડ (રૂ. 12,28,590 કરોડ)નો વધારો
- ગુજરાતી ઇન્વેસ્ટર 2023માં સરેરાશ રૂ. 8,27,495 કમાયો
ગુજરાતના રોકાણકારોની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યૂ આ વર્ષે રૂ. 12,28,590 કરોડ વધી છે. જેમાં ઇન્વેસ્ટર્સની સંખ્યાના મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. એક વર્ષમાં શેરબજારમાં ગુજરાતમાં રોકાણકારોની સંખ્યામાં 25.53 લાખનો વધારો થયો છે. ગુજરાતી ઇન્વેસ્ટર 2023માં સરેરાશ રૂ. 8,27,495 કમાયો છે.
આ પણ વાંચો: ગુજરાતની 200 હોસ્પિટલોને PMJAY યોજનામાં કરોડો રૂપિયા ચુકવાયા
વર્ષ 2022ની સરખામણીએ માર્કેટ કેપમાં રૂ. 81.90 લાખ કરોડનો વધારો
ભારતીય શેરબજારો માટે 2023નું વર્ષ ઘણું જ ફયદાકારક સાબિત થયું છે. ગુજરાત સહિત દેશભરમાંથી IPO, સેકન્ડરી માર્કેટ અને મ્યુચ્યુઅલ ફ્ંડ મારફ્ત બહોળા પ્રમાણમાં રોકાણ આવ્યું છે. જેના કારણે માર્કેટમાં FIIની વેચવાલી હોવા છતાં બજારમાં સુધારો ટકી ગયો હતો. નાના મોટા સૌ રોકાણકારોને શેરબજારની તેજીનો લાભ મળતા ઇન્વેસ્ટર્સના રોકાણ મૂલ્યમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આંકડા પર નજર કરીએ તો બોમ્બે સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઈઝેશન 29% વધીને રૂ. 364.28 લાખ કરોડ (રૂ. 3,64,28,846 કરોડ) પહોંચી ગયું છે. કેલેન્ડર વર્ષ 2022ની સરખામણીએ માર્કેટ કેપમાં રૂ. 81.90 લાખ કરોડનો વધારો થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં પાર્ટ ટાઇમ નોકરીની લાલચે ઠગાઈ, સાયબર માફિયાઓ સક્રિય થયા
ગુજરાતના રોકાણકારોની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુમાં રૂ. 12.28 લાખ કરોડ (રૂ. 12,28,590 કરોડ)નો વધારો
BSEના આંકડાનું કમ્પાઇલેશન કરતા સામે આવ્યું કે, ગુજરાતના રોકાણકારોની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુમાં રૂ. 12.28 લાખ કરોડ (રૂ. 12,28,590 કરોડ)નો વધારો થયો છે. ગુજરાતમાં આશરે 1.48 કરોડ રોકાણકારો છે અને આ હિસાબે વર્ષ 2023 દરમિયાન રાજ્યનો દરેક રોકાણકાર શેરબજારમાંથી રૂ. 8,27,495 કમાયો હતો. બજારના નિષ્ણાતો માને છે કે, પહેલાની તુલનામાં રોકાણકારોમાં પેનિક સેલિંગ ઓછુ રહે છે. રીટેલ ઇન્વેસ્ટર્સ હવે સમજતા થયા છે કે સારું વળતર જોઈતું હોય તો પોઝીશન હોલ્ડ કરાવી જોઈએ અને તેના પરિણામે જ માર્કેટ કેપ અને ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુમાં વધારો જોવા મળી રહ્યો છે.