ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

આરોગ્ય પાછળ સૌથી વધુ ખર્ચ મામલે ગુજરાત દેશમાં બીજા ક્રમે

Text To Speech
  • દર્દીને પણ કોઈ આર્થિક બોજ વિના સારામાં સારી આરોગ્ય સુવિધા
  • પ્રત્યેક પરિવારને સરેરાશ પાંચ લાખ સુધીની સારવાર નિઃશુલ્ક મળે છે
  • ગુજરાતમાં 65 લાખ દર્દીઓ પાછળ 14922 કરોડનો ખર્ચ

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ અત્યાર સુધી ગુજરાતના 65.05 લાખ દર્દીઓ પાછળ રૂપિયા 14922 કરોડ ખર્ચવામાં આવ્યા છે. આ યોજના હેઠળ સૌથી વધુ સારવાર ખર્ચ થયો હોય તેવા રાજ્યમાં ગુજરાત બીજા સ્થાને છે. આ ઉપરાંત ગુજરાતમાંથી છેલ્લા 6 વર્ષમાં 233 હોસ્પિટલ આ યોજનામાંથી નીકળી ચૂકી છે.

દર્દીને પણ કોઈ આર્થિક બોજ વિના સારામાં સારી આરોગ્ય સુવિધા

સાધારણ સ્થિતિ ધરાવતા દર્દીને પણ કોઈ આર્થિક બોજ વિના સારામાં સારી આરોગ્ય સુવિધા મળી રહે તે માટે આ યોજનાનો 2018માં પ્રારંભ થયો હતો. પહેલી માર્ચ 2025ની સ્થિતિએ આયુષ્યમાન યોજના પાછળ સૌથી વધુ દર્દી તેમજ ખર્ચ નોંધાયો હોય તો તેમાં આંધ્ર પ્રદેશ મોખરે છે. આંધ્ર પ્રદેશમાં 79.15 લાખ દર્દીઓ પાછળ રૂપિયા 17,787 કરોડનો ખર્ચ છેલ્લાં સાડા 6 વર્ષમાં કરાયો છે. બીજી બાજુ ગુજરાત આ યાદીમાં બીજા સ્થાને છે.

પ્રત્યેક પરિવારને સરેરાશ પાંચ લાખ સુધીની સારવાર નિઃશુલ્ક મળે છે

ગુજરાતના પ્રત્યેક દર્દી પાછળ આયુષ્યમાન યોજના પેટે સરેરાશ રૂપિયા 22 હજાર ખર્ચવામાં આવ્યા છે. સમગ્ર દેશમાંથી આ યોજના પેટે કુલ રૂપિયા 8.9 કરોડ દર્દી હોસ્પિટલમાં દાખલ થાય છે અને તેમની પાછળ રૂપિયા 1.26 કરોડનો ખર્ચ થયો છે. આ આયોજનમાં પ્રત્યેક પરિવારને સરેરાશ પાંચ લાખ સુધીની સારવાર નિઃશુલ્ક મળે છે. 13866 ખાનગી સહિત કુલ 30957 હોસ્પિટલ આ યોજના સાથે જોડાયેલી છે. સરકાર દ્વારા વધુને વધુ હોસ્પિટલો આ યોજનામાં જોડાય તેના માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. પરંતુ ચૂકવણીમાં ધાંધિયાને પગલે અનેક ખાનગી હોસ્પિટલો હવે આ યોજનામાંથી બહાર નીકળી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં સગીર વયના ડ્રાઈવર બેફામ, એક વર્ષમાં 700થી વધુ અકસ્માત

Back to top button