ગુજરાતટ્રેન્ડિંગ

સ્વાઈન ફ્લૂથી મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબરે, આંકડો જાણી રહેશો દંગ

Text To Speech
  • નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા લેટેસ્ટ આંકડા જાહેર કરાયા
  • ચાર મહિનામાં દેશમાં સૌથી વધુ 41 દર્દીનાં પંજાબમાં મોત થયા
  • સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં અત્યારે બીજા ક્રમે

સ્વાઈન ફ્લૂથી મોત મામલે ગુજરાત દેશમાં બીજા નંબરે, આંકડો જાણી દંગ રહેશો. જેમાં ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના 4 માસમાં 987 કેસ સામે આવ્યા છે તેમાં 25 દર્દીઓએ દમ તોડયો છે. ગત વર્ષ 2023માં 212 કેસની સાથે ત્રણનાં મોત થયાં હતાં. તેમજ ગુજરાતમાં એપ્રિલ મહિનામાં સ્વાઈન ફલૂના નવા 247 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: ગુજરાત: હવેથી વિદેશમાં રૂપિયામાં બેંક એકાઉન્ટ ખોલાવી શકાશે

સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં અત્યારે બીજા ક્રમે

ગુજરાતમાં જાન્યુઆરીથી એપ્રિલ એમ ચાર મહિનામાં સ્વાઈન ફલૂના 987 કેસ નોંધાયા છે, જે પૈકી 25 દર્દીઓનાં મોત થયાં છે. સ્વાઈન ફલૂમાં મોત મામલે ગુજરાત દેશમાં અત્યારે બીજા ક્રમે છે. ગુજરાતમાં ગત વર્ષ 2023ના અરસામાં 212 કેસની સાથે ત્રણ દર્દીનાં મોત થયાં હતા જ્યારે છેલ્લા ચાર જ માસમાં 25નાં મોત નોંધાયા છે, જે ચિંતાજનક છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા લેટેસ્ટ આંકડા જાહેર કરાયા છે, જેમાં આ બાબત સામે આવી છે. ગુજરાતમાં એપ્રિલ મહિનામાં સ્વાઈન ફલૂના નવા 247 કેસ નોંધાયા છે જ્યારે નવ દર્દીનાં મોત થયા છે.

ચાર મહિનામાં દેશમાં સૌથી વધુ 41 દર્દીનાં પંજાબમાં મોત થયા

જાન્યુઆરીથી એપ્રિલના ચાર મહિનામાં દેશમાં સૌથી વધુ 41 દર્દીનાં પંજાબમાં મોત થયા છે, એ પછી બીજા ક્રમે ગુજરાત છે. દેશમાં જાન્યુઆરીથી એપ્રિલમાં કુલ 5517 કેસ આવ્યા છે, જે પૈકી 121 દર્દીનાં મોત થયા છે.ગુજરાતમાં વર્ષ 2022ના અરસામાં સ્વાઈન ફલૂના 2147 કેસ સાથે 71 મોત હતા, 2021માં 33 કેસ અને બે મોત, 2020માં 55 કેસ અને બે મોત, વર્ષ 2019માં 4,844 કેસ અને 151 મોત જ્યારે વર્ષ 2018માં 2164 કેસની સાથે 97 દર્દીનાં મોત નોંધાયા હતા. ગુજરાતમાં વર્ષ 2022ના અરસામાં મોટી સંખ્યામાં કેસ આવ્યા તે સમયે મોટા ભાગના દર્દીઓને ઓક્સિજન અને વેન્ટિલેટરના સહારે સારવાર આપવી પડી હતી.

Back to top button