કોશલ્ય આધારીત રોજગાર ક્ષમતામાં દેશના ટોપ 5 રાજ્યોમાં ગુજરાતનું સૂરસૂરિયું
- સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતા વાળા દેશના ટોપ-5 રાજ્યોમાં ગુજરાતનું સૂરસૂરિયું.
કૌશલ્ય આધારિત રોજગાર ક્ષમતા વાળા દેશના ટોપ-5 રાજ્યોમાં ગુજરાતનું સૂરસૂરિયુંનું ઈન્ડિયા સ્કિલ રિપોર્ટ-2023માં સામે આવી છે, સ્કીલ ડેવલપમેન્ટમાં ગુજરાત સતત પાછળ રહ્યું છે. સમગ્ર દેશના યુવાનો, વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કિલ- એપ્ટીટ્યુડ, બિહેવિયલ કંપોનન્ટ, સ્કિલ ગેપ, માપદંડો સાથે વૈજ્ઞાનિક અભિગમથી 11 વિવિધ સેક્ટરના ઈન્ડિયા સ્કિલ રિપોર્ટમાં રોજગાર ક્ષમતા સહિતના મુદ્દે નંબર-1ના ગુજરાત સરકારના દાવાની પોલ ખુલ્લી પડી છે, તેમ ગુજરાત કોંગ્રેસે જણાવ્યું છે.
- વધુ રોજગાર ક્ષમતા ટોપ-5 રાજ્યો
- ઉત્તરપ્રદેશ
- મહારાષ્ટ્ર
- દિલ્હી
- આંધ્રપ્રદેશ
- રાજસ્થાન
સ્કીલ રિપોર્ટમાં વિદ્યાર્થીઓની રૂચિ, નોકરી આપનારની જરૂરિયાત, કોમ્યુનિકેશન સ્કિલ સહિતની બાબતોનો સમાવેશ થાય છે, રાજ્યમાં યુવાનોને રોજગારમાં વેતન ઓછું મળી રહ્યું છે, બે લાખ કરતાં વધુ પગાર આપી શકે તેવી વ્યવસ્થા ધરાવતા ટોપ-5 રાજ્યમાં ગુજરાતનો સમાવેશ નથી. રોજગાર ક્ષમતામાં ગુજરાત દેશના ટોપ-5 રાજ્યમાં પણ સામેલ નથી, સરકારની મોટા ઉદ્યોગોને મદદ કરવાની નીતિના કારણે રાજ્યના ઓળખ સમા નાના ઉદ્યોગોને તાળા લાગી રહ્યા છે. જીઆઈડીસીમાં 50 ટકા ઉદ્યોગો અસ્તિત્ત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે, નાના મધ્યમ કદના ઉદ્યોગો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
- રોજગાર ક્ષમતા ધરાવતા ટોપ-5 શહેરો
- મુંબઈ (મહારાષ્ટ્ર)
- લખનૌ (યુ.પી.)
- મેંગ્લોર (કર્ણાટક)
- ન્યુ દિલ્હી
- પુણે (મહારાષ્ટ્ર)
- ઉચ્ચ રોજગાર લક્ષી પ્રતિભા ધરાવતા શહેરો
- મુંબઈ
- લખનઉ
- મેંગ્લોર
- ન્યુ દિલ્હી
- પુણે
છેલ્લા 10 વર્ષના સ્કિલ રિપોર્ટથી એ વાત સ્પષ્ટ છે કે, ગુજરાતના યુવાનો માટે સરકાર ગંભીર નથી. મોંઘું શિક્ષણ મેળવ્યા બાદ પણ ગુજરાતના યુવાનો તકોથી વંચિત છે. બેંકિંગ, ફાયનાન્સ, સર્વિસ, ઈન્સ્યોરન્સ, બીઓપી, ઈન્સ્યોરન્સ સહિતના સેક્ટરમાં યુવાનો માટે પસંદગીના રાજ્ય તરીકે ગુજરાત પ્રથમ પાંચ રાજ્યોમાં સામેલ નથી.
આ પણ વાંચો: રાજ્યના સૌથી મોટા ગેરકાયદે હથિયારોના વેચાણનો પર્દાફાશ