અમદાવાદગુજરાત

‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ગુજરાત 7.15 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે

Text To Speech

ગાંધીનગર, 07 ઓગસ્ટ 2024, ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં 6 ઓગસ્ટ 2024ની સ્થિતિએ બીજા નંબરે સૌથી વધુ 7.15 કરોડથી વધુ વૃક્ષારોપણ કરી રાજ્યમાં ગ્રીન કવરમાં વધારો કરવા નવો કીર્તિમાન સ્થાપ્યો છે. જ્યારે વસ્તી-વિસ્તારના સાપેક્ષમાં ઉત્તરપ્રદેશ 8.88 કરોડ વૃક્ષારોપણ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. આ સાથે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ  દેશના 37 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળીને કુલ 29.37 કરોડથી વધુ વૃક્ષો વાવી ભારતે નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

ગુજરાત આજે ઉત્તરપ્રદેશ બાદ સમગ્ર દેશમાં બીજા ક્રમે
વન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ગુજરાત આજે ઉત્તરપ્રદેશ બાદ સમગ્ર દેશમાં બીજા ક્રમે છે પરંતુ વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ઉત્તરપ્રદેશ દેશમાં સૌથી વધુ અંદાજે 19.98 કરોડની વસ્તી ઉપરાંત 2,40,928 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતું રાજ્ય છે. જેની તુલનામાં ગુજરાત અંદાજે 6 કરોડની વસ્તી તેમજ 1,96,024 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે.

વૃક્ષારોપણમાં સુરત જિલ્લો રાજ્યમાં અવ્વલ નંબર પર
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે આ અભિયાન હેઠળ વિવિધ જિલ્લાઓમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં થયેલા વૃક્ષારોપણની વિગતો આપતાં કહ્યું કે, 6 ઓગસ્ટ 2024ની સ્થિતિએ ગ્રામીણ વિસ્તારમાં 57.26 લાખ જ્યારે શહેરી વિસ્તારમાં 1 લાખ એમ સૌથી વધુ કુલ 58.29 લાખ વૃક્ષારોપણ સાથે સુરત જિલ્લો રાજ્યમાં અવ્વલ નંબર પર છે.

કુલ 7.15 કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યાં
આ સિવાય વૃક્ષારોપણમાં અનુક્રમે ભરૂચ જિલ્લામાં 43.33 લાખ, બનાસકાંઠામાં 43.33 લાખ, કચ્છમાં 42.88 લાખ, તાપીમાં 39.83 લાખ, પંચમહાલમાં 34.27 લાખ, મહીસાગરમાં 33.10 લાખ, નર્મદામાં 30.15 લાખ,વલસાડમાં 31.01 લાખ તેમજ ડાંગ જિલ્લામાં 29.37 લાખ એમ કુલ 33 જિલ્લામાં ગ્રામીણ અને શહેરી વિસ્તાર મળીને કુલ 7.15 કરોડથી વધુ વૃક્ષો ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં વાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃદેવભૂમિ દ્વારકામા 75મો વન મહોત્સવ યોજાશે, રાજ્યમાં 10.50 કરોડ રોપાનું વિતરણ કરવાનું આયોજન

Back to top button