- ઈલેક્ટ્રોનિક્સ સામાન, ઝંડા, સાડી, દીવડા, દુપટ્ટા, વગેરે જેવી આઈટમોમાં ડિમાન્ડ વધી
- સુરતમાંથી સાડીઓ, દુપટ્ટા અને અમદાવાદમાં બેનર, ઈલેક્ટ્રોનિક્સ સામાનની ભારે માગ
- ગુજરાતમાં અંદાજે રૂ. 5,000 કરોડનો વેપાર થવાનું અનુમાન
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કારણે ગુજરાતમાંથી અંદાજે 5,000 કરોડનો વેપાર થશે. જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સાડી, દુપટ્ટા, ઝંડા, ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ડિમાન્ડમાં ઉછાળો આવ્યો છે. તેમજ સુરતમાંથી સાડીઓ, દુપટ્ટા અને અમદાવાદમાં બેનર, ઈલેક્ટ્રોનિક્સ સામાનની ભારે માગ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાત સહીત દેશભરમાં ભારે ઉત્સાહ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાત સહીત દેશભરમાં ભારે ઉત્સાહ છે. જેમાં આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાની હોવાથી દેશભરમાં વ્યાપારી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. લોકોમાં જબરદસ્ત ઉત્સાહ અને વિવિધ રાજ્યોના 30 શહેરોના વેપાર સંગઠનો તરફ્થી મળેલા પ્રતિસાદ મુજબ કન્ફેડરેશન ઓફ્ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના (CAIT) મતે સામાનની ખરીદી અને ઈવેન્ટ્સ વગેરે માટે વિવિધ સેવાઓના કારણે ગુજરાતમાં અંદાજે રૂ. 5,000 કરોડનો વેપાર થવાનું અનુમાન છે.
ઈલેક્ટ્રોનિક્સ સામાન, ઝંડા, સાડી, દીવડા, દુપટ્ટા, વગેરે જેવી આઈટમોમાં ડિમાન્ડ વધી
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને અનુસંધાને દેશભરમાં સરઘસો, રામ ચોકી, રેલી, રામ પદયાત્રા, સ્કૂટર તેમજ કાર રેલી અને શ્રીરામ એસેમ્બલીઓનો સમાવેશ થાય છે. બજારોમાં રામના ધ્વજ, બેનરો, કેપ્સ, ટી-શર્ટ્સ અને રામ મંદિરના ફેટો દર્શાવતા પ્રિન્ટેડ કુર્તાઓની ઊંચી માંગ જોવા મળી રહી છે. આ સાથે જ રામ મંદિરના મોડલની માંગમાં પણ ઝડપથી વધારો જોવા મળ્યો છે, અને એવી અપેક્ષા છે કે દેશભરમાં 5 કરોડથી વધુ મોડલ વેચાશે જેના માટે નાના ઉત્પાદન એકમો વિવિધ રાજ્યોના ઘણા શહેરોમાં દિવસ-રાત કામ કરી રહ્યા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાત સહીત દેશભરમાં ભારે ઉત્સાહ છે. જે લોકો ત્યાં નથી જઈ શકવાના તેવા લોકો ઘર, ઓફ્સિ, સોસાયટી, કોમ્યુનિટી ગ્રુપ સહિત અલગ અલગ રીતે આ દિવસે ઉજવણી કરવાના છે જેના કારણે ડેકોરેશનનો સામાન, રોશની, લાઈટ એન્ડ સાઉન્ડ જેવા ઈલેક્ટ્રોનિક્સ સામાન, ઝંડા, સાડી, દીવડા, દુપટ્ટા, વગેરે જેવી આઈટમોમાં ડિમાન્ડ વધી છે.