ગુજરાત

ગુજરાત: વરસાદે કચ્છ અને મધ્ય ગુજરાતમાં વિરામ લીધો, જાણો કેવો છે માહોલ

  • સુરતના બારડોલીમાં 1.36 ઈંચ વરસાદ નોંધાયો હતો
  • દક્ષિણ ગુજરાતમાં રવિવારે મેઘરાજાનું જોર નરમ પડયું
  • ગીર સોમનાથ જિલ્લામાં તાલાલામાં 3, સુત્રાપાડામાં દોઢ ઈંચ વરસાદ

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું જોર નરમ પડયું છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાય વરસાદ અટક્યો છે. તેમજ મેંદરડામાં 5, તાલાલામાં 3, વંથલીમાં 2, વલસાડમાં 3.84 અને બારડોલીમાં દોઢ ઈંચ વરસાદ સાથે ઉત્તર ગુજરાતમાં ઝાપટાં, મધ્ય ગુજરાત, કચ્છ, અમદાવાદમાં ઉઘાડ નીકળ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, કેટલાક વિસ્તારો થશે મેઘમહેર 

સુરતના બારડોલીમાં 1.36 ઈંચ વરસાદ નોંધાયો હતો

રાજ્યમાં ત્રણ-ચાર દિવસથી અવિરત વરસાદ બાદ અમુક વિસ્તારોને બાદ કરતા મેઘરાજાએ આજે વિરામ રાખ્યો હતો. મેંદરડામાં 5, તાલાલામાં 3, વંથલીમાં 2, કેશોદ, માળીયા, સુત્રાપાડામાં દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં 3.84, સુરતના બારડોલીમાં 1.36 ઈંચ વરસાદ નોંધાયો હતો. તે સિવાય અન્યત્ર વિરામ હતો. ઉત્તર ગુજરાતમાં પણ ઝાપટાં વરસ્યા હતા. કચ્છમાં અને મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ વિરામ રાખ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત રાજ્યમાં બે શહેરોમાં હિટ એન્ડ રનથી 5 લોકોના મોત થયા

ગીર સોમનાથ જિલ્લામાં તાલાલામાં 3, સુત્રાપાડામાં દોઢ ઈંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં મેંદરડામાં પાંચ ઈંચ, કેશોદ, માળિયામાં દોઢ ઈંચ, ગીર સોમનાથ જિલ્લામાં તાલાલામાં 3, સુત્રાપાડામાં દોઢ ઈંચ, રાજકોટ જિલ્લામાં ધોરાજી, ઉપલેટામાં અડધો ઈંચ અન્યત્ર ઝાપટા પડયા હતા. અમરેલી જિલ્લામાં ખાંભામાં એક, લાઠી, જાફરાબાદ, અમરેલીમાં અડધાથી પોણો ઈંચ વરસાદ પડયો હતો. દ્વારકા જિલ્લામાં ભાણવડ- ખંભાળિયામાં અડધો ઈંચ જયારે પોરબંદર જિલ્લામાં ઝાપટા પડયા હતા. મોરબી અને જામનગર જિલ્લામાં વિરામ હતો.

આ પણ વાંચો:  ગુજરાતમાં 3 મહિનામાં નવજાત શિશુના મોતનો આંકડો જાણી રહેશો દંગ 

દક્ષિણ ગુજરાતમાં રવિવારે મેઘરાજાનું જોર નરમ પડયું

દક્ષિણ ગુજરાતમાં રવિવારે મેઘરાજાનું જોર નરમ પડયું હતું. વીતેલા પાંચ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદે વિરામ લેતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. રવિવારે સૌથી વધુ 3.84 ઈંચ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો હતો. જ્યારે સુરતના બારડોલીમાં 1.36 ઈંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ રસ્તાઓ પરથી પાણી ઓસરી જતાં વાહન વ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો.

Back to top button