ગુજરાત: કોંગ્રેસની ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી પાવાગઢ મંદિરે દર્શન કરવા જશે
- 70થી વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન પદયાત્રાઓનું આયોજન કરાયું
- કોંગ્રેસની ન્યાય યાત્રા 7મીથી ગુજરાતમાં 4 દિવસ 7 જિલ્લામાં 400 કિ.મી. ફરશે
- ન્યાય યાત્રા 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3 કલાકે પ્રવેશ કરશે
ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી પાવાગઢ મંદિરે દર્શન કરવા જશે. કોંગ્રેસની ન્યાય યાત્રા 7મીથી ગુજરાતમાં 4 દિવસ 7 જિલ્લામાં 400 કિ.મી. ફરશે. યાત્રા દરમિયાન છ પબ્લિક મિટિંગ, 27 કોર્નર મિટિંગ યોજાશે. ગરીબોને ન્યાય મળે તે સહિતના મુદ્દાઓ ભારત જોડો ન્યાય યાત્રામાં ઉઠાવવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત: લર્નિગ લાઇસન્સ માટે લાંચ માગી અને ACBના સકંજામાં ભરાયા
ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3 કલાકે પ્રવેશ કરશે
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7મી માર્ચે ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે 3 કલાકે પ્રવેશ કરશે, આ યાત્રા ગુજરાતમાં ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં 400થી વધુ કિલો મીટરનો પ્રવાસ કરી, મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ગુજરાત કોંગ્રેસના પ્રવકતાએ આ માહિતી આપી હતી. ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી કંબોઈ ધામ (ગુરુ ગોવિંદ), પાવાગઢ તળેટી મંદિર, હરસિદ્ધિ માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ બારડોલી સહિતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ટીબીની બીમારીને કારણે દરરોજ દર્દીનાં મોતનો આંકડો જાણી રહેશો દંગ
70થી વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન પદયાત્રાઓનું આયોજન કરાયું
યાત્રા દરમિયાન છ પબ્લિક મિટિંગ, 27 કોર્નર મિટિંગ, 70થી વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન પદયાત્રાઓનું આયોજન કરાયું છે. આ યાત્રા બીજા દિવસે શુક્રવારે દાહોદ બસ સ્ટેશનથી શરૂ થશે, જે પીપલોદ, ગોધરા જશે, ત્રીજા દિવસે પંચમહાલના કાલોલથી યાત્રા શરૂ થશે. પાવાગઢ દર્શન, જાંબુઘોડા, અલીપુરા બોડેલી સર્કલ, નસવાડી, કેવડિયા, નેત્રંગ ભરૂચ સહિતના વિસ્તારો આવરી લેવાશે. 10મી માર્ચના ચોથા દિવસે માંડવી, સુરતથી યાત્રા શરૂ થશે, જે બારડોલી, તાપીના વ્યારા, સોનગઢ સહિતના વિસ્તારોને આવરી લેશે. દેશના લાખો યુવાનો બેરોજગારીના સંકટથી ઘેરાયેલા છે, પીએડી અને માસ્ટર ડિગ્રી ધરાવતા યુવાનો પણ પટાવાળાની ભરતીમાં અરજી કરી રહ્યા છે, સતત વધી રહેલી મોંઘવારી, શિક્ષણનું ખાનગીકરણ, આરોગ્ય માટે સંઘર્ષ કરતાં ગરીબોને ન્યાય મળે તે સહિતના મુદ્દાઓ ભારત જોડો ન્યાય યાત્રામાં ઉઠાવવામાં આવશે.