ગુજરાત: લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી બસનો અકસ્માત, 40થી વધુ લોકો ઘાયલ
- બસનો અકસ્માત થતા સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ
- જાખણ ગામના પાટિયા નજીક ખાનગી બસ પલટી ગઇ
- ઇજાગ્રસ્તોમાં મોટા ભાગના નાના બાળકો અને મહિલાઓ
ગુજરાત રાજ્યના લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી બસનો અકસ્માત થયો છે. જેમાં 40થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમાં બસચાલકે સ્ટિયરિંગનો કાબુ ગુમાવતા અકસ્માત થયો છે. પોરબંદરથી મધ્યપ્રદેશ જતી ખાનગી બસનો અકસ્માત થતા સ્થાનિકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 24 કલાક રહેશે બેવડી ઋતુ, જાણો હવામાન વિભાગની શું છે આગાહી
જાખણ ગામના પાટિયા નજીક ખાનગી બસ પલટી ગઇ
જાખણ ગામના પાટિયા નજીક ખાનગી બસ પલટી ગઇ હતી. જેમાં ઇજાગ્રસ્તોમાં નાના બાળકો અને મહિલાઓનો સમાવેશ થયો છે. તેમજ બસચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત થયો છે. તથા તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. સુરેન્દ્રનગરના લીંબડી – અમદાવાદ હાઇવે પર આવેલા જાખણ ગામના પાટિયા નજીક ખાનગી બસ પલટી ખાઈ જતા 40થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે.
ઇજાગ્રસ્તોમાં મોટા ભાગના નાના બાળકો અને મહિલાઓ
લગ્નગાળો હોવાના પગલે ખાનગી બસ મારફતે પોરબંદરથી મધ્યપ્રદેશ 50 લોકો જતા હતા. તે દરમિયાન જાખણ ગામના પાટિયા નજીક બસ પલટી ખાઈ ગઇ હતી. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગના નાના બાળકો અને મહિલાઓ છે. જેમાં ખાનગી બસના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા આ ઘટના બની છે. ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ નાયબ પોલીસ અધિક્ષક સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. તેમજ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.