ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સભા સ્થળ બદલાયું, જાણો શું છે કારણ

Text To Speech
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.1 અને 2 મેના રોજ ગુજરાત આવશે
  • જાહેરસભાના સ્થળે વિશાળ સમીયાણો બાંધવાનું કામ યુધ્ધના ધોરણે શરૂ
  • ભાજપના ઉમેદવારની તરફેણમાં ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સભા સ્થળ બદલાયું છે. જેમાં હવે આરસોડા-આમોદરાના સરકારી પડતરમાં જાહેરસભા યોજાશે. સલામતીના ભાગરૂપે સભા સ્થળ બદલાયું છે. તેથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારની તરફેણમાં ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાત: લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી બસનો અકસ્માત, 40થી વધુ લોકો ઘાયલ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.1 અને 2 મેના રોજ ગુજરાત આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા હિંમતનગરના મોદી ગ્રાઉન્ડને બદલે આરસોડા-આમોદરાની સીમમાં યોજાશે. લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.1 અને 2 મેના રોજ ગુજરાતના ઝંઝાવતી પ્રવાસે આવીને 2 દિવસ દરમિયાન વિવિધ લોકસભાની બેઠકમાં આવતા વિસ્તારોમાં જાહેરસભાને સંબોધન કરવાના છે ત્યારે તેઓ તા.1 મેના રોજ સાબરકાંઠાના હિંમતનગર ખાતે જાહેરસભાને સંબોધન કરવાના હતા. પરંતુ સલામતીના ભાગરૂપે જાહેરસભાનું સ્થળ બદલાયું છે. જેથી તેઓ હવે હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના સીમાડાના ત્રિભેટે આવેલ આરસોડા-અમોદરાના સરકારી ગૌચરમાં જાહેરસભાને સંબોધન કરશે.

જાહેરસભાના સ્થળે વિશાળ સમીયાણો બાંધવાનું કામ યુધ્ધના ધોરણે શરૂ

આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.1મેના રોજ સાંજે 5.30 કલાકે સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારની તરફેણમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં છે ત્યારે તેઓ આરસોડા-અમોદરાના સરકારી પડતર જમીનમાં જાહેરસભાને સંબોધન કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે જાહેરસભાના સ્થળે વિશાળ સમીયાણો બાંધવાનું કામ યુધ્ધના ધોરણે શરૂ કરી દેવાયું છે. તેમજ વડાપ્રધાનની સલામતી માટે કામ કરતાં એસપીજી(સ્પેશ્યિલ પ્રોટકશન ગ્રુપ)ના અધિકારીઓએ જાહેરસભાની તૈયારીઓને લઈને શુક્રવારે મોદી ગ્રાઉન્ડ ખાતે સુચિત સભા સ્થળની મુલાકાત લીધી હતી.

Back to top button