ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાવોલના શાલીન-2 સોસાયટીના રહીશો સાથે વાર્તાલાપ કરશે

Text To Speech
  • PM મોદી આજે સવારે 9.45 કલાકે લાભાર્થીઓને મળવા જશે
  • ગુજરાત રહેણાંક શ્રેણીમાં સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ
  • સોસાયટીમાં પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ 89 પરિવારોએ લીધો છે

PM નરેન્દ્ર મોદી વાવોલની શાલીન 2 સોસાયટીની મુલાકાત લેશે. જેમાં PM સૂર્યઘર યોજનાના લાભાર્થીઓની મુલાકાત લેશે. તેમાં PM શાલિન-2 સોસાયટીના રહીશો સાથે વાર્તાલાપ કરશે. શાલીન-2 માં 100 એપાર્ટમેન્ટ અને 25 બંગલો આવેલ છે. તેમાં સમગ્ર સોસાયટીમાં સોલર પેનલ સિસ્ટમ લગાવવામાં આવી છે. સોસાયટીમાં પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ 89 પરિવારોએ લીધો છે. વડાપ્રધાન 53 નંબરના બંગ્લોમાં જશે અને સોલાર પેનલ નિહાળશે.

આ પણ વાંચો: ગુજરાતમાં અમુક જિલ્લામાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના

PM મોદી આજે સવારે 9.45 કલાકે લાભાર્થીઓને મળવા જશે

PM મોદી આજે સવારે 9.45 કલાકે લાભાર્થીઓને મળવા જશે. જેમાં સોસાયટીઓના લાભાર્થીઓ સાથે ચર્ચા કરી સોલાર પેનલ નિહાળશે, ગાંધીનગરના વાવોલમાં આવેલ શાલીન-2માં 100 એપાર્ટમેન્ટ અને 25 બંગ્લો આવેલા છે.આ આખી સોસાયટીમાં સોલાર પેનલ સિસ્ટમ લગાવેલી છે. સોસાયટીના 89 પરિવારોએ સોલર પેનલ સિસ્ટમ લગાવી છે. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનારને 78,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. તથા એક અંદાજ મુજબ આ સિસ્ટમથી એક વર્ષમાં 15,000 રૂપિયા સુધીની કમાણી પણ થઇ શકે છે. પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને વર્ષ 2030 સુધીમાં ભારતની 50 ટકા વીજ આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત દ્વારા થાય, તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મિશન છે.

ગુજરાત રહેણાંક શ્રેણીમાં સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ

રહેણાંક મકાનો પર સોલાર પેનલ લગાવીને નાગરીકો પોતાનું વીજબીલ ઘટાડી શકે તેમજ રાજ્યની વીજમાંગને પહોંચી વળવામાં પણ ફાળો આપી શકે, તે માટે ગુજરાત સરકારે વર્ષ 2019માં ‘સૂર્ય ગુજરાત’ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આજે ગુજરાત રહેણાંક શ્રેણીમાં સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં સમગ્ર દેશમાં પ્રથમ છે. સૂર્ય ગુજરાત યોજનાના (સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના) અમલીકરણથી રાજ્યના રહેણાંક મકાનો માટે સરળ પ્રક્રિયાથી સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલેશન શક્ય બન્યું, સાથે જ તેમાં સહાય પણ મળતી થઇ.

Back to top button