ગુજરાત: પ્રજાસત્તાક દિવસે વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા મેડલની જાહેરાત, જાણો કોની પસંદગી કરાઇ
- પ્રશંસનીય સેવા મેડલ માટે બે આઇપીએસની પસંદગી
- ADGP બ્રજેશકુમાર ઝા અને DySP ડી.પી.ચુડાસમાને વિશિષ્ટ સેવા પોલીસ મેડલ
- નવ અન્ય પોલીસ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રપતિના હસ્તે વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા મેડલ માટે ગુજરાત પોલીસ રાજકોટના કમિશનર બ્રજેશકુમાર ઝા અને પોલીસ ભવન ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ચુડાસમાની પસંદગી કરવામાં આવી છે.
પ્રશંસનીય સેવા મેડલ માટે બે આઇપીએસની પસંદગી
પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ માટે જુનાગઢના રેંજ આઇજી નિલેશ જાજડીયા અને કચ્છ ભુજના રેંજ આઇજી ચિરાગ કોરડીયા, ડીવાયએસપી અશોક પાંડોર, ડીવાયએસપી દેવદાસ બારડ સહિત નવ પોલીસ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. પ્રશંસનીય સેવા મેડલ માટે બે આઇપીએસ, બે ડીવાયએસપી સહિત નવ પોલીસ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે.
– બ્રજેશકુમાર ઝા, પોલીસ કમિશનર, રાજકોટ,
– દિગ્વિજયસિંહ ચુડાસમા ડીવાયએસપી, પોલીસ ભવન, ગાંધીનગર
વિશિષ્ટ સેવા અંગે પોલીસ મેડલ
– નિલેશ જાજડીયા, રેંજ આઇજી, જુનાગઢ
– ચિરાગ કોરડિયા, રેંજ આઇજી, કચ્છ-ભુજ
– એ.આર.પાંડોર, ડીવાયએસપી, એસઆરપી, ઓનજીસી, મહેસાણા
– ડી.બી.બારડ, એસઆરપી, એકતાનગર, નર્મદા
– બી.જે.પટેલ, પીએસઆઇ એટીએસ,અમદાવાદ
– એચ.બી.વરણવા, એએસઆઇ,એસપી ઓફિસ, જામનગર
– એચ.એમ.મોદી, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કમિશનર ઓફિસ, અમદાવાદ
– એમ.એ. નેગી, એઆઇઓ ઇન્ટે, ગાંધીનગર
– એસ. ડી. યાદવ, પોલીસ કોન્સ્ટેબલ, ગાંધીનગર